)
IND vs SA 2nd Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચ ખાસ છે કારણ કે, ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સેશન બ્રેકના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પહેલા સેશન પછી હંમેશા લંચ બ્રેક અને ત્યારબાદ ટી બ્રેક હોય છે. ગુવાહાટી ટેસ્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં પ્રથમ સેશનના બાદ ટી બ્રેક લેવામાં આવ્યો છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે ICCએ આ ટેસ્ટ મેચ માટે લાંબા સમયથી ચાલતો નિયમ કેમ તોડ્યો.
બીજી ટેસ્ટમાં લંચ પહેલાં ટી બ્રેક કેમ લેવામાં આવ્યો ?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. મેચ સવારે 9:30 વાગ્યના બદલે અડધો કલાક વહેલા સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. પહેલું સેશન સવારે 11 વાગ્યે સમાપ્ત થયું અને 20 મિનિટનો ટી બ્રેક લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ગુવાહાટીમાં સૂર્ય વહેલો ઉગે છે અને દિવસ વહેલો આથમે છે.
સાંજે 4 વાગ્યાથી અંધારું થવા લાગે છે અને તેના કારણે ખેલાડીઓ માટે રમવામાં મુશ્કેલી પડી શકે છે. આ જ કારણ છે કે મેચનો સમય બદલવામાં આવ્યો હતો. સમયમાં ફેરફાર પછી ICCને લાગ્યું કે ખેલાડીઓ માટે સવારે 11 વાગ્યાનું લંચ થોડું વહેલું હશે. તેથી લંચનો સમય 1:20 વાગ્યે કરવામાં આવ્યો અને ટી બ્રેક સવારે 11 વાગ્યે લેવામાં આવ્યો.
બીજી ટેસ્ટમાં સેશનનો સમય
ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ 11 : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકાના પ્લેઈંગ 11: એઈડન માર્કરામ, રેયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જ્યોર્ગી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, સેનુરન મુથુસામી, સિમોન હાર્મર, કેશવ મહારાજ.