ધર્મશાલામાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, સાઉથ આફ્રિકાને ત્રીજી T20માં હરાવી સિરીઝમાં મેળવી લીડ
IND vs SA: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા T20 ઇન્ટરનેશનલ મેચમાં 7 વિકેટે કારમી હાર આપી છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ટીમે સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
Trending Photos
)
IND vs SA: ભારતે સાઉથ આફ્રિકાને 5 મેચોની T20 સિરીઝની ત્રીજા મેચમાં 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. કટકમાં ટીમ ઈન્ડિયાએ પહેલો મેચ જીત્યો હતો અને પછી ચંદીગઢમાં રમાયેલા બીજા મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ચોથી મેચ 17 ડિસેમ્બરે લખનઉમાં રમાશે. ટીમ ઈન્ડિયા લખનઉમાં સિરીઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે.
અભિષેકની ધમાકેદાર બેટિંગ
ધર્મશાલામાં પહેલા ભારતીય બોલરોએ કહેર મચાવ્યો. આફ્રિકન ઇનિંગ્સ 20 ઓવરમાં 117 રન પર જ સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં 3 વિકેટ પર 120 રન બનાવીને મેચ જીતી લીધી. ભારતીય ઓપનર્સ અભિષેક શર્મા અને શુભમન ગિલએ જોરદાર શરૂઆત કરી. બન્નેએ 5.2 ઓવરમાં જ 60 રનની પાર્ટનરશિપ કરી. અભિષેક 18 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો. અભિષેકે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા.
ગિલની ધીમી ઇનિંગ્સ
અભિષેકના આઉટ થયા બાદ શુભમન ગિલ અને તિલક વર્માએ બીજી વિકેટ માટે 38 બોલમાં 32 રનની પાર્ટનરશિપ કરી. શુભમન ગિલે 28 બોલમાં માત્ર 28 રન જ બનાવી શક્યો. ગિલ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં રન બનાવવા માટે તરસતો રહ્યો અને આખરે પોતાની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો. સૂર્યા મેચને ફિનિશ કરી શક્યો નહીં. તિલક વર્મા 34 બોલમાં 26 અને શિવમ દુબે 4 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યા.
7 રનના સ્કોર પર સાઉથ આફ્રિકાની પડી ગઈ 3 વિકેટ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમ ઇનિંગ્સના અંતિમ બોલ પર માત્ર 117ના સ્કોર પર સમેટાઈ ગઈ. આ ટીમે ચોથા બોલ પર જ રીઝા હેન્ડ્રિક્સના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. બીજી ઓવરમાં જ ટીમને ક્વિન્ટન ડિકોકના રૂપમાં મોટો ઝટકો લાગ્યો. ચોથી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસ 2 રન બનાવી આઉટ થયો. મહેમાન ટીમ 3.1 ઓવરમાં 7ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી.
માર્કરમની શાનદાર ફિફ્ટી
ત્યારબાદ, ટ્રિસ્ટન સ્ટબ્સે કેપ્ટન એડન માર્કરામ સાથે મળીને ચોથી વિકેટ માટે 23 રન ઉમેરીને ટીમનો સ્કોર 30 સુધી પહોંચાડ્યો, પરંતુ સ્ટબ્સે 9 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી. 44 રન પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાને રિકવર કરવામાં મુશ્કેલી પડી. જો કે, કેપ્ટન માર્કરમ બીજા છેડે સંભાળ્યો. માર્કરમ 46 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને છ ચોગ્ગા સામેલ છે. ડોનોવન ફરેરાએ પણ 20 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી, જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














