IND W vs SA W : ભારત-દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ મેચને લઈને ખરાબ સમાચાર, મેચ પર મંડરાઈ રહ્યું છે મોટું સંકટ
IND W vs SA W : ટીમ ઈન્ડિયાએ મહિલા વર્લ્ડ કપ 2025માં મજબૂત શરૂઆત કરી છે. પહેલી મેચમાં શ્રીલંકાને અને પછી પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી છે. ભારતનો ત્રીજો મુકાબલો 9 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે.
Trending Photos
)
IND W vs SA W : મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યા બાદ આજે એટલે કે 9 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે છે. આ મેચ ACA-VDCA ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારે આ મેચને લઈને સંકટના વાદળો ઘેરાયા છે.
મેચ પર મંડરાઈ રહ્યું છે મોટું સંકટ
આ મેચ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. તેથી બંને ટીમો ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા બે પોઈન્ટ મેળવવાના ઈરાદા સાથે વિશાખાપટ્ટનમમાં ટકરાશે. વરસાદ મેચને વિક્ષેપિત કરી શકે છે. શહેરમાં મંગળવાર સાંજથી વરસાદ પડી રહ્યો છે. ઘણા સ્થળોએ દિવસભર વચ્ચે-વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડ્યો. ગુરુવાર બપોર સુધી આગામી 24 કલાક માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બે જીત સાથે ટીમ ઇન્ડિયાનું મનોબળ મજબૂત
ભારતે ગુવાહાટીમાં સહ-યજમાન શ્રીલંકાને 59 રનથી હરાવીને તેના અભિયાનની શરૂઆત કરી અને પછી કોલંબોમાં પાકિસ્તાનને 88 રનથી હરાવીને ટુર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવી. ભારતીય ટીમ બે જીતથી ચાર પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડ સાથે સમાન ક્રમે છે, જ્યારે નેટ રન રેટમાં તે બીજા ક્રમે છે.
બંને ટીમોનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
દક્ષિણ આફ્રિકાને તેની પહેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે. ભારતીય ટીમે 20 મેચ જીતી છે અને લીડ મેળવી છે. દક્ષિણ આફ્રિકાએ 12 મેચ જીતી છે. એક મેચ ડ્રો રહી છે.
ભારતીય ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, ઉમા છેત્રી, રેણુકા સિંહ ઠાકુર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચારણી, રાધા યાદવ, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ.
સાઉથ આફ્રિકા ટીમ : લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), અયાબોંગા ખાકા, ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક, મેરિઝાન કેપ, તાજમીન બ્રિટ્સ, સિનાલો જાફ્તા, નોનકુલુલેકો મ્લાબા, અન્નેરી ડેર્કસેન, એન્નેકે બોશ, મસાબાતા ક્લાસ, સુને લુસ, કારાબો તુ સેન્ગાસુમ, તુ સેન્ગાહુકો, સુને લુસ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














