)
Team India: દક્ષિણ આફ્રિકા જ્યારથી ભારતની ટૂર પર આવી છે, ત્યારથી ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં ઉત્સવની જગ્યાએ નિરાશ અને ઉદાસ ચહેરાઓ જોવા મળી રહ્યા હતા. ઘરઆંગણે જ બન્ને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ વનડે સીરીઝ શરૂ થતાંની સાથે જ જાણે સમય બદલાઈ ગયો. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેપ્ટન કે.એલ. રાહુલની શાનદાર ઇનિંગ્સ અને ત્યારબાદ કુલદીપ યાદવ અને હર્ષિત રાણાની શાનદાર બોલિંગને કારણે ભારતે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 17 રને હરાવ્યું. લાંબા સમય બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઉજવણીની માહોલ બન્યો, પરંતુ લાગે છે કે અંદરનો માહોલ તણાવપૂર્ણ છે.
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ટીમ ઈન્ડિયાની જીત બાદ હોટલમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. કેપ્ટન કે.એલ. રાહુલ કેક કાપી રહ્યા હતા. તમામ ખેલાડીઓ એકઠા થયા હતા. ત્યારે જ વિરાટ કોહલી પોતાની ધૂનમાં મગ્ન ત્યાંથી પસાર થાય છે અને ઉજવણીમાં સામેલ થતા નથી. તેમને વારંવાર બોલાવવામાં પણ આવ્યા, પરંતુ તેઓ જાણે સાંભળ્યું ન હોય તેવી રીતે ચાલ્યા ગયા. બીજી તરફ મેચ પછી રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચેની વાતચીતના વિઝ્યુઅલ પણ વાયરલ થયા છે. પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, શું ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર છે?
મેચ પૂરી થયા બાદ ભારતીય ટીમ પોતાની હોટલ પાછી ફરી હતી. શુભમન ગિલની ગેરહાજરીમાં વનડે સિરીઝમાં કેપ્ટનશીપ કરી રહેલા કે.એલ. રાહુલ જીતની ઉજવણી કરવા માટે કેક કાપી રહ્યા હોય છે. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025
ઉજવણી ચાલી રહી છે. કેક કાપવાની તૈયારી થઈ રહી છે. ત્યારે જ 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલા વિરાટ કોહલી લોબીમાં પ્રવેશતા દેખાય છે. તેઓ કે.એલ. રાહુલને કેક કાપતા જુએ છે, પરંતુ તે ન તો રોકાય છે અને ન તો ઉજવણીમાં સામેલ થાય છે. તે પોતાની જ ધૂનમાં ત્યાંથી પસાર થઈ જાય છે, જ્યારે તેમને વારંવાર બોલાવવામાં આવે છે - "વિરાટ સર, વિરાટ સર." કોહલી સીધો લિફ્ટ તરફ આગળ વધે છે.
37 ચોગ્ગા અને 42 છગ્ગા... T20માં પહેલીવાર 18.4 ઓવરમાં ચેઝ થયો 262 રનનો ટાર્ગેટ
ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે ગંભીર ચર્ચા
આ દરમિયાન ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા લોબી વિસ્તારમાં બેઠેલા કોઈ ગંભીર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ પહેલા બન્ને ડ્રેસિંગ રૂમમાં ભારતની જીત બાદ વાતચીત કરતા દેખાયા હતા અને તેમાં બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ સામેલ હતા.
OMG Virat Kohli ignored Gautam Gambhir 😁😁#ViratKohli pic.twitter.com/jAg5s9Ow9X
— Vicky Shinde (@iamshinde83) December 1, 2025
સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે. ભારતની જીત પછીનો આ વીડિયો છે. વિરાટ કોહલી સીડીઓ ચઢીને ડ્રેસિંગ રૂમ તરફ જાય છે. કાચની પેલે પાર ગૌતમ ગંભીર દેખાઈ રહ્યા છે, પરંતુ તેમની નજીક જતાં જ કોહલી પોતાના મોબાઇલ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. ગંભીર તેમને જોઈ રહ્યા હોય છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે, 'કિંગ કોહલી' તેમને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને આગળ વધી રહ્યા છે.
— Nihari Korma (@NihariVsKorma) December 1, 2025
વિરાટ કોહલી-રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે બધું ઠીક નથી?
સોશિયલ મીડિયા પર આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે, જ્યારે કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોહલી-રોહિત અને ટીમ મેનેજમેન્ટમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકર વચ્ચે બિલકુલ વાતચીત થતી નથી. બીજી તરફ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે પણ કોઈ ખાસ વાતચીત થતી નથી. એક કોચ અને એક પૂર્વ કેપ્ટન અને ખેલાડી વચ્ચે જેવી વાતચીત થવી જોઈએ, તેવી તો બિલકુલ નહીં.
દૈનિક જાગરણના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વનડે ટીમના બન્ને દિગ્ગજો વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ગૌતમ ગંભીરના સંબંધો એટલા સારા નથી દેખાતા, જેટલા હોવા જોઈએ. આ મુદ્દાને લઈને BCCI આવનારા દિવસોમાં ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી શકે છે.