INDvsSA : ત્રીજી ટેસ્ટમાં થશે પાંચ ફેરફાર, આ ખેલાડીઓ થઈ શકે છે ટીમમાંથી બહાર

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ જોહનિસબર્ગમાં 24 જાન્યુઆરીથી રમાશે. તેમાં આ પાંચ ફેરફાર જોવા મળી શકે છે. 

  INDvsSA : ત્રીજી ટેસ્ટમાં થશે પાંચ ફેરફાર, આ ખેલાડીઓ થઈ શકે છે ટીમમાંથી બહાર

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં શ્રેણી ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા અને તેના કેપ્ટન વિરાટ કોહલી ટીક્કાઓનો સામનો કરી રહ્યાં છે. બીજી ટેસ્ટમાં તો હારથી વિરાટ કોહલી એટલો નિરાશ થયો કે તેમને પત્રકાર પરિષદમાં ગુસ્સો આવી ગયો હતો. પરંતુ તેમના વર્તનના કારણે તેણે ટીક્કાઓનો સામનો પણ કરવો પડ્યો. હવે ટીમ હારી ચૂકી છે ક્યારે ટીમ મેનેજમેન્ટ આગળની રણનીતિ પર કામ કરી રહ્યું છે. હવે તેની નજર ત્રીજી ટેસ્ટ પર છે. 

એવામાં સંકેત મળી રહ્યાં છે કે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર થઈ શકે છે. ઘણા ખેલાડીઓ ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર થઈ શકે છે. એવામાં સંભવ છે કે ટીમમાં 4 થી 5 ફેરફાર થઈ શકે છે. સૌથી વધુ ફેરફાર બેટ્સમેનોમાં થઈ શકે છે.

દક્ષિણ આફ્રિકાની પિચો પર ટીમ ઈન્ડિયાના બેટસમેનો પોતાના કદ અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી ત્યારે સૌથી મોટો ફેરફાર જોવા મળશે.  

1. સૌથી પહેલા વાત ઓપનિંગ જોડીની. વિરાટ કોહલીના કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયા 7 ઓપનિંગ જોડી અપનાવી ચૂકી છે. પરંતુ તે હજુ સુધી એવી જોડી નથી શોધી શકી કે જે ઘરની સાથે વિદેશમાં પણ શ્રેષ્ઠ હોય. પ્રથમ ટેસ્ટમાં ધવન ફેલ રહ્યો તો તેની જગ્યાએ બીજી ટેસ્ટમાં ટીમમાં સ્થાન પામનાર રાહુલ પર ફ્લોપ રહ્યો.  મુરલી વિજય ચાર દાવમાં એકમાત્ર 46 રનની ઈનિંગ રમી. એવામાં ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગ જોડીમાં ફરી ફેરફાર જોવા મળશે. પરંતુ જોવાનું એ રહ્યું કે ટીમ હવે રાહુલને બહાર બેસાડે છે કે મુરલી વિજયને બહાર બેસાડશે. 

2. ચેતેશ્વર પૂજારા પણ 4 દાવમાં એક પણ મોટી ઈનિંગ રમ્યો નથી. બીજી ટેસ્ટમાં તો બંન્ને દાવમાં રનઆઉટ થઈને વિકેટ ગુમાવી, તેથી તેની આલોચના થઈ રહી છે. પરંતુ તેની જગ્યાએ ત્રીજા ક્રમે બેટિંગ કરવા કોઈ દાવેદાર નથી. તેથી તેને અંતિમ ઈલેવનમાંથી બહાર કરવો મુશ્કેલ રહેશે. 

3. અંજ્કિય રહાણેની જગ્યાએ રમી રહેલ રોહિત શર્માને સૌથી વધુ આલોચનાનો સામનો કરવો પડ્યો છે. દેશ જ નહીં વિદેશના દિગ્ગજો પણ રહાણેને ન રમાડવા માટે કેપ્ટન કોહલીની આલોચના કરી રહ્યાં છે. એવામાં ત્રીજી ટેસ્ટમાં રહાણેને ટીમમાં સ્થાન મળે તે નિશ્ચિત લાગી રહ્યું છે. 

4.  પાર્થિવ પટેલે જે રીતે વિકેટ કિપિંગ અને બેટિંગ ત્રીજી ટેસ્ટમાં કરી તે જોતા નક્કી છે કે ત્રૂીજી ટેસ્ટમાં તેને સ્થાન નહીં મળે. ખાસ કરીને ટીમ મેનેજમેન્ટ પાર્થિવની જગ્યાએ દિનેશ કાર્તિકને સ્થાન આપશે. 

5. પ્રથમ ટેસ્ટમાં પોતાના બોલિંગથી આફ્રિકી બેટ્સમેનોને ધરાશાઈ કરનાર ભુવનેશ્વર કુમારને ત્રીજી ટેસ્ટમાં અંતિમ-11માં સામેલ કરવામાં આવી શકે છે. હવે જોવાનું કે તે બુમરાહ કે ઈશાંત શર્મામાંથી કોની જગ્યાએ ટીમમાં આવશે

ટીમમાં આ પાંચ ફેરફાર લગભગ નક્કી છે, હવે જોવાનું એ રહ્યું કે કોને સ્થાન મળશે અને કોને બહાર બેસવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news