એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની શાનદાર ઈનિંગ ન આવી કામ

India A vs Pakistan A Asia Cup: પાકિસ્તાને ભારતને 8 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની આ મેચમાં પાકિસ્તાની બેટ્સમેન માઝ સદાકત એકલા જ ભારતીય બોલરો પર ભારે પડ્યો.

એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની શાનદાર ઈનિંગ ન આવી કામ

India A vs Pakistan A Asia Cup: પાકિસ્તાને ભારતને 8 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની આ મેચમાં પાક બેટ્સમેન માઝ સદાકત એકલા જ ભારતીય બોલરો પર ભારે પડ્યો. સદાકતે અણનમ 79 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરતા 136ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં પાકિસ્તાને 14મી ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ Bમાં પ્રથમ સ્થાને આવી ગયું છે.

પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાને વૈભવ સૂર્યવંશીએ શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 28 બોલમાં 45 રન બનાવ્યા હતા, જ્યારે નમન ધીરે પણ 20 બોલમાં 35 રનની તોફાની ઇનિંગ રમીને પાકિસ્તાની બોલરોની ધોલાઈ કરી હતી. પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. કેપ્ટન જીતેશ શર્મા અને આશુતોષ શર્મા પણ ફ્લોપ રહ્યા. પરિણામે ભારતીય ટીમ માત્ર 136 રનમાં સમેટાઈ ગઈ.

Add Zee News as a Preferred Source

એક પાકિસ્તાની પડ્યો આખી ટીમ ઇન્ડિયા પર ભારે
પાકિસ્તાની ઓપનિંગ બેટ્સમેન માઝ સદાકત આખી ટીમ ઇન્ડિયા પર ભારે પડ્યો. તેણે 47 બોલમાં 79 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેણે પોતાની અણનમ ઇનિંગમાં 7 ચોગ્ગા અને ચાર છગ્ગા પણ ફટકાર્યા. તેના સિવાય અન્ય કોઈ પણ પાક બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહતો, પરંતુ સદાકતે મજબૂતીથી એક છેડો સંભાળી રાખ્યો. ભારત તરફથી યશ ઠાકુર અને સુયશ શર્માએ એક-એક વિકેટ લીધી. મોહમ્મદ ફૈકે છગ્ગો ફટકારીને પાકિસ્તાનનો 8 વિકેટથી વિજય સુનિશ્ચિત કર્યો.

આ જીતથી પાકિસ્તાન ગ્રુપ B પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું. પાકિસ્તાન તેની બન્ને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત બે મેચમાંથી એક જીત સાથે બીજા સ્થાને છે. યુએઈ અને ઓમાન પણ એક જ ગ્રુપમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news