વિશ્વકપ 2019માં ટીમ ઈન્ડિયા છે ફેવરિટઃ સૌરવ ગાંગુલી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું, અમે 2003 અને 2007માં પણ જીતના પ્રબળ દાવેદારના રૂપમાં ગયા હતા અને 2011માં અમે જીત હાસિલ કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારત પોતાના સતત સારા પ્રદર્શન અને યોગ્યતાને કારણે કોઈપણ આઈસીસી વિશ્વકપમાં જીતના પ્રબળ દાવેદારના રૂપમાં જાય છે. ગાંગુલીએ કહ્યું કે, ભારત 2003 અને 2007માં પણ જીતનું દાવેદાર હતું અને 2011માં જીત મેળવી હતી. પોતાની આત્મકથાના વિમોચન પ્રસંગે ગાંગુલીએ કહ્યું, હું વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમમાં વિશ્વાસ કરતો નથી કારણ કે દરેક ટીમ અલગ પરિસ્થિતિમાં અલગ રમે છે, પરંતુ અમારી પાસે તેવી ટીમ છે જે ખૂબ મજબૂત છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું, અમે 2003 અને 2007માં પણ જીતના પ્રબળ દાવેદારના રૂપમાં ગયા હતા અને 2011માં અહીં અમે જીત મેળવી. અમે અત્યારે પણ જીતના પ્રબળ દાવેદાર છીએ. આ તે માટે કારણ કે ભારતીય ક્રિકેટની જે સંસ્કૃતિ છે તે તેને વિશેષ બનાવે છે.
2003માં ગાંગુલીની આગેવાનીમાં ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ પરાજય થયો હતો. 2007માં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
આ અવસરે હાજર રહેલા ગાંગુલીના સાથી ખેલાડીઓ વિરેન્દ્ર સહેવાગ અને યુવરાજ સિંહે કહ્યું કે, ભારત 2019 આઈસીસી વિશ્વ કપમાં વિજેતા થશે. પોતાના પુસ્તક વિશે ગાંગુલીએ કહ્યું, મારા વિશે તેવું કશું જ નથી જે દેશ ન જાણતો હોય. તેથી મને થયું કે કંઇક લખું જેથી યુવા ક્રિકેટ ખેલાડીઓ યાદ રાખે.
તેમણે કહ્યું, મારા પુસ્તકનું ટાઇટલ એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફનો અર્થ છે કે માત્ર રન બનાવવાથી કોઈ ચેમ્પિયન ન બની શકે. ટોંચના સ્તર પર ઘણા ચડાવ-ઉતાર પરથી પસાર થવું પડે છે.
30 મેથી 14 જુલાઈ વચ્ચે રમાશે વિશ્વકપ
2019 વિશ્વકપ 30 મેથી 14 જુલાઈ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ ઓવલમાં રમાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે. તેની પ્રથમ મેચ આફ્રિકા વિરુદ્ધ સાઉથંપ્ટનના હેંપશાયરમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે