ભારતને ફીફા વિશ્વ કપ ક્વોલિફાયરમાં આસાન ડ્રો મળ્યો

અહીં એશિયન ફુટબોલ મહાસંઘના મુખ્યાલય પર કરવામાં આવેલા ડ્રોમાં એશિયાની 40 ટીમોને પાંચ-પાંચ ટીમોના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજાના મેદાન પર પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા રાઉન્ડ રોબિન મુકાબલો રમશે. 
 
ભારતને ફીફા વિશ્વ કપ ક્વોલિફાયરમાં આસાન ડ્રો મળ્યો

કુઆલાલંપુરઃ ભારતીય ફુટબોલ ટીમને 2022 વિશ્વ કપ એશિયન ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં પ્રમાણમાં સરળ ડ્રો મળ્યો છે, જેમાં તેની સાથે કતર, ઓમાન, અફઘઆનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ છે. 

અહીં એશિયન ફુટબોલ મહાસંઘના મુખ્યાલય પર કરવામાં આવેલા ડ્રોમાં એશિયાની 40 ટીમોને પાંચ-પાંચ ટીમોના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજાના મેદાન પર પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા રાઉન્ડ રોબિન મુકાબલો રમશે. 

ગ્રુપની આઠ વિજેતા ટીમો અને ચાર સર્વશ્રેષ્ઠ રનર-અપ 2022 વિશ્વ કપ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં અને 2023 એએફસી એશિયન કપ ફાઇનલમ્સમાં રમશે જે ચીનમાં આયોજીત થશે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવી શકે છે. ફાઇનલમાં રાઉન્ડમાં પહોંચવા માટે તેણે ઓમાન અને કતર વિરુદ્ધ પણ સારૂ પ્રદર્શન કરવું પડશે. 

ઓમાન અને ભારત વચ્ચે એશિયન કપની મેચ ગોલરહિત ડ્રો રહી હતી. ભારતીય કોચ ઇગોર સ્ટિમકે તેને મુશ્કેલ પડકાર ગણાવતા કહ્યું, 'યુવા ટીમ માટે આ સરળ પડકાર નથી. અમને મુશ્કેલ ગ્રુપ મળ્યું છે. અમે કોઈ ટીમને હળવાશમાં લેવાનો પ્રયત્ન કરશું નહીં.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news