India-Pakistan Rivalry! જાણો ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપનો રોચક ઈતિહાસ

ક્રિકેટ જગતમાં એક બીજાના કટ્ટર પ્રતિસ્પધી ભારત અને પાકિસ્તાન ફરીએકવાર વિશ્વકપમાં એક બીજા સામે ટકરાવવા જઈ રહ્યા છે. 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન ICC ટી-20 વિશ્વ કપ 2021માં સામ સામે ટકરાશે. જે અંગે બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમોના ઈતિહાસ અને દુશમનાવટ જોતા દર્શકોને વધુ એક મજેદાર મેચ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. બંને દેશના ખેલાડીઓ 5 વર્ષ બાદ એકબીજા સામે મેદાનમાં ઉતરશે.

India-Pakistan Rivalry! જાણો ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપનો રોચક ઈતિહાસ

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં એક બીજાના કટ્ટર પ્રતિસ્પધી ભારત અને પાકિસ્તાન ફરીએકવાર વિશ્વકપમાં એક બીજા સામે ટકરાવવા જઈ રહ્યા છે. 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન ICC ટી-20 વિશ્વ કપ 2021માં સામ સામે ટકરાશે. જે અંગે બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમોના ઈતિહાસ અને દુશમનાવટ જોતા દર્શકોને વધુ એક મજેદાર મેચ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. બંને દેશના ખેલાડીઓ 5 વર્ષ બાદ એકબીજા સામે મેદાનમાં ઉતરશે.

બંને ટીમો પ્રથમવાર 1952માં એકબીજા સામે રમી હતી. જ્યારે, પાકિસ્તાનની ટીમ ભારત 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે આવી હતી. અને ટીમ ઈન્ડિયા આ સિરીઝ 2-1થી જીતી હતી. ત્યારબાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી બધી ટેસ્ટ મેચ, વન-ડે મેચ, ટી-20 મેચ રમાઈ ચુકી છે. જોકે, 2019 વન-ડે વિશ્વ કપ બાદ ભારત અને પાકિસ્તાન પ્રથમ વખતે એક બીજા સામે મેદાનમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન અત્યારસુધી 199 વખત એક બીજા સામે રમી ચુક્યા છે. ભલે પાકિસ્તાન ભારત કરતા ટેસ્ટ મેચ અને વન-ડે મેચમાં સારું પર્ફોમ કરીને જીત્યું હોય પણ ટી-20 વિશ્વ કપ અને 50 ઓવરના વિશ્વ કપમાં ભારતનું પલડું ભારે છે.

ભારત VS પાકિસ્તાન વર્લ્ડ કપમાં:
ટૂર્નામેન્ટ                       મેચ    ભારત જીત્યું      પાકિસ્તાન જીત્યું       ડ્રો
50 ઓવર વિશ્વ કપ          7              7                     0                0
ટી-20 વિશ્વ કપ              5              4                      0                1
કુલ                             12             11                     0                1

ભારત અને પાકિસ્તાન ટી-20 રેકોર્ડ:
- હાઈએસ્ટ ટીમ ટોટલઃ ભારતે 2012માં અમદાવાદમાં પાકિસ્તાન સામે 192 રન કર્યા
- લોએસ્ટ ટીમ ટોટલઃ 2016 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 83 રન પર ઓલ અઉટ કર્યું
- હાઈએસ્ટ ઈન્ડિવિડ્યુલ સ્કોરઃ વિરાટ કોહલીએ 2012માં કોલમ્બોમાં પાકિસ્તાન સામે 78 રન ફાટકાર્યા
- બેસ્ટ બોલિંગ ફિગર્સઃ પાકિસ્તાનના મોહમ્મદ અસિફે 2007માં ડર્બનમાં 18 રનમાં 4 વિકેટ ઝડપી 

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. 

સ્ટેન્ડબાયઃ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચાહર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news