)
IND Vs SA T20I Team Announcement: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. ભારતીય T20 ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે. શુભમન ગિલ પણ ફિટ છે અને વાઈસ-કેપ્ટન રહેશે. ગિલને કોલકાતામાં સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે, ગિલની ઉપલબ્ધતા હાલમાં BCCIના COE તરફથી ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર છે.
સાઉથ આફ્રિકા સામેની આ T20 સિરીઝ આવતા વર્ષની શરૂઆતમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે, આ સિરીઝ માટે પસંદ કરાયેલા ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે.
ભારતની T20I ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.
એશિયા કપ પછી હાર્દિક પંડ્યાની વાપસી
હાર્દિક પંડ્યા એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે હાર્દિક ટીમ ઈન્ડિયાની ટીમમાંથી બહાર રહ્યો હતો. હાર્દિક પાકિસ્તાન સામે એશિયા કપ ફાઇનલમાં પણ રમી શક્યો ન હતો. હાર્દિકે બુધવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે 42 બોલમાં 77 રન બનાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો આપ્યો હતો.
ભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની T20I ટીમઃ એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોરજી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્કિયા અને ટ્રિસ્ટન સ્ટબ્સ.
ભારત-સાઉથ આફ્રિકા T20 સિરીઝનું શેડ્યૂલ
ભારત-સાઉથ આફ્રિકા T20 સિરીઝની શરૂઆત 9 ડિસેમ્બરે કટકમાં પ્રથમ મેચથી થશે. બીજી મેચ 11 ડિસેમ્બરે મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)માં રમાશે. ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બરે ધર્મશાળામાં, ચોથી 17 ડિસેમ્બરે લખનૌમાં અને સિરીઝની છેલ્લી T20 મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.