ઈડનમાં આવી છે ભારતના પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની તૈયારી, ક્યૂરેટરનો ખુલાસો

કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમના ક્યૂરેટર સુજન મુખર્જીનું માનવું છે કે આ મેદાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.  

Updated By: Nov 17, 2019, 07:49 PM IST
ઈડનમાં આવી છે ભારતના પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની તૈયારી, ક્યૂરેટરનો ખુલાસો
photo (@Bcci)

કોલકત્તાઃ કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમના (eden gardens) ક્યૂરેટર સુજન મુખર્જીનું (Sujan Mukherjee) માનવું છે કે આ મેદાન ભારત અને બાંગ્લાદેશ (india vs bangladesh) વચ્ચે શુક્રવારથી શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ (Day-Night Test) મેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બંન્ને ટીમો વચ્ચે સિરીઝની આ બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હશે. મુખર્જીને વિશ્વાસ છે કે આ મેદાનમાં બંન્ને ટીમો વચ્ચે એક સારી મેચ થશે અને દર્શકોને શાનદાર ક્રિકેટ જોવા મળશે. 

મુખર્જીએ કહ્યું, 'પાછલા સપ્તાહે થયેલા વરસાદે કેટલિક હદે તેને ખરાબ કરી દીધું હતું. પરંતુ અમારી પાસે હજુ પણ પર્યાપ્ત સમય હતો અને હવે વસ્તુ (હવામાન) સામાન્ય છે. પિચ સારી સ્થિતિમાં છે. તે તેયાર છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આવી જ છે. ઈડન ગાર્ડન ક્રિકેટને એક સારી પિચ ઉપલબ્ધ કરાવશે અને હું તે માટે મારા તરફથી તમામ પ્રયત્ન કરીશ.'

ભારતે ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ મેચ ઈનિંગ અને 130 રનથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી અને હવે બધાની નજર બીજી ટેસ્ટ મેચ પર છે જેમાં ભારત પ્રથમવાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. દિવસ-રાત ટેસ્ટ મેટ માટે ગુલાબી બોલ થોડા દિવસ પહેલા ઈડન ગાર્ડન પહોંચી ગઈ છ અને મુખર્જીને આશા છે કે તેને પિચ પર ટેસ્ટ કરવામાં આવશે. 

એશ્ટન એગરને નાક પર વાગ્યો ભાઈ વેસનો શોટ, ઈજાગ્રસ્ત થતાં છોડ્યું મેદાન

તે પૂછવા પર કે શું તમે તેનો ટેસ્ટ કર્યો છે, તેમણે કહ્યું, 'મેં હજુ સુધી કર્યો નથી. આગામી દિવસમાં કરીશ. પરંતુ તેનાથી વધુ ફેર પડશે નહીં. અહીં પર પિચનો વ્યવહાર તેવો હશે, જેવો અન્ય ટેસ્ટ મેચોમાં હોય છે.'

ભારતમાં પ્રથમવાર ફ્લડલાઇટમાં ટેસ્ટ મેચ
ભારતમાં પ્રથમ વાર હવે ફ્લડલાઇટમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમાશે. આ ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ હશે. સાથે આ ભારતમાં રમાનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ હશે. ભારતીય ટીમ આ પહેલા ડે-નાઇટ ટેસ્ટને લઈને રાજી નહતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ ડે-નાઇટ ટેસ્ટ રમવાને લઈને કેપ્ટન વિરાટ કોહલીને મનાવી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube