ચેન્નઇ: ભારત અને ઇગ્લેંડ  (India vs England) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝનો બીજો મુકાબલો (2nd test) કાલે એટલે કે શનિવારથી ચેન્નઇ (Chennai) ના ચેપોક મેદાન પર રમાશે. આ મેચ સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. સ્પિનરોની મદદગાર પિચ પર ઇગ્લેંડ (England) વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભૂલોમાંથી સબક શિખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે ભૂલની કોઇ તક નહી
કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને સારી રીતે ખબર છે કે વધુ એક ભૂલનો અર્થ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાંથી સ્થાન ગુમાવવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ઐતિહાસિક જીતનો ખુમાર ઇગ્લેંડના હાથમાં પહેલી ટેસ્ટમાં 227 રનથી મળેલી હાર સાથે જ ઉતરી ગયો. હવે આગામી ત્રણ મેચોમાં ભારત માટે કોઇ ભૂલની ગુંજાઇશ નથી. 

જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video


ભારતે જીતવાની છે બ મેચ
સામાન્ય રીતે દબાણમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પણ કેપ્ટન તરીકે પણ પોતાની લાયકાત સાબિત કરવી પડશે. આ મેચથી દર્શકોની મેદાન પર વાપસી થશે અને આ ભારતીય ટીમ માટે 'ટોનિક'નું કામ કરી શકે છે. ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પ્રવેશ માટે બે મેચ જીતવાની છે અને એક પણ ગુમાવવાની નથી. 


ટીમ ઇન્ડીયાનો 'પિચ પ્લાન'
ચેપોકની નવા ગાઢ રંગની પિચ (Pitch) પહેલાં ટેસ્ટની પિચથી અલગ છે અને તેનાથી ટર્ન મળવાની આશા છે. એવામાં રવિચંદ્રન અશ્વિનને બીજા છેડેથી મદદની જરૂર પડશે. ફિટ થયેલા અક્ષર પટેલનું રમવું લગભગ નક્કી છે. જોકે કુલદીપ યાદવની પસંદગીની સંભાવના લાગે છે. ટર્નિંગ પિચ પર તે વોશિંગ્ટન સુંદરથી સારો વિકલ્પ છે, પરંતુ બલ્લેબાજીને મહત્વ આપતાં હાર્દિક પંડ્યાને ઉતારવા જઇ શકે છે. 

7th Pay Commission: 1 એપ્રિલથી તમારી સેલરી, PF, ગ્રેજ્યુટીમાં થશે મોટો ફેરફાર, ડિટેલમાં સમજો


ટોસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે
ટોસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશ અને કોહલીની નજર પહેલાં બેટ્સમેન પર રહેશે. રોહિત શર્મા પાસે મોટી ઇનિંગની આશા રહેશે જે તે રમી શક્યા નથી. વિરાટ કોહલી સાથે બીજા છેડે ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અથવા ઋષભ પંતને મોટી ઇનિંગ રમવી પડશે. 


ભારત: રોહિત શર્મા, શુભનમ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિક્ય રહાણે, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા. 


ઇગ્લેંડ: જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, મોઇન અલી, ક્રિસ વોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ, ઓલી સ્ટોન.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube