IND vs ENG: વિરાટ કોહલીએ તોડ્યો એમએસ ધોનીનો રેકોર્ડ, ઘરમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર કેપ્ટન બન્યો

IND vs ENG Pink Ball Test: ટીમ ઈન્ડિયાએ ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ સતત બે ટેસ્ટ જીતીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બે દિવસની અંદર જીત મેળવી હતી. 

IND vs ENG: વિરાટ કોહલીએ તોડ્યો એમએસ ધોનીનો રેકોર્ડ, ઘરમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર કેપ્ટન બન્યો

અમદાવાદઃ વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ (India vs England pink ball test) ને 10 વિકેટે હરાવી 4 મેચોની સિરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે. મહેમાન ટીમે આપેલા 49 રનના લક્ષ્યને ભારતીય ટીમે આઠમી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં જ 4 માર્ચથી રમાશે. 

અમદાવાદ ટેસ્ટમાં જીતની સાથે કોહલીએ પોતાના નામે મોટી સિદ્ધિ મેળવી છે. કોહલીએ ઘરેલૂ જમીન પર સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે આ દરમિયાન દિગ્ગજ એમએસ ધોની (MS Dhoni) ના રેકોર્ડને પાછળ છોડી દીધો જેણે પોતાની આગેવાનીમાં દેશમાં ભારતને સર્વાધિક 21 ટેસ્ટમાં જીત અપાવી હતી. કોહલીની આગેવાનીમાં ભારતે પોતાના ઘરમાં 22મી ટેસ્ટ જીત મેળવી છે. 

કોહલીએ જ્યાં દેશમાં અત્યાર સુધી 29 મેચોમાં આગેવાની કરી છે તો ધોની 30 મેચમાં કેપ્ટન રહ્યો છે. કેપ્ટન કોહલી ઘરમાં અત્યાર સુધી બે ટેસ્ટ હાર્યો છે જ્યારે પાંચ ડ્રો રહી છે. તો ધોની ત્રણ હાર્યો અને છ મેચ ડ્રો રહી હતી. 

ત્રીજા સ્થાને છે અઝહરુદ્દીન
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) છે જેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ પોતાના ઘર પર 13 ટેસ્ટ મેચ જીતી છે. ચોથા નંબર પર સૌરવ ગાંગુલીનો નંબર આવે છે. ગાંગુલીની આગેવાનીમાં ભારતે પોતાની ધરતી પર 10 ટેસ્ટ જીતી છે. 

ભારતે બીજા દિવસે મેળવી જીત
ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 112 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 145 રન બનાવ્યા. ભારતને પ્રથમ ઈનિંગમાં 33 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 81 રન બનાવ્યા. આ રીતે ભારતને 49 રનનો આસાન લક્ષ્ય મળ્યો જેને યજમાન ટીમે બીજા દિવસે હાસિલ કરી લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news