IND vs NZ 3rd T20I: વિરાટે તોડ્યો એમએસ ધોનીનો ખાસ રેકોર્ડ, બન્યો નંબર વન કેપ્ટન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં પોતાની 27 બોલમાં 38 રનની ઈનિંગ દરમિયાન વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે સેડોન પાર્કમાં 26મો રન બનવતા પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીને પાછળ છોડી દીધો છે.   

Updated By: Jan 29, 2020, 03:10 PM IST
IND vs NZ 3rd T20I: વિરાટે તોડ્યો એમએસ ધોનીનો ખાસ રેકોર્ડ, બન્યો નંબર વન કેપ્ટન

હેમિલ્ટનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં પોતાની 27 બોલમાં 38 રનની ઈનિંગ દરમિયાન વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે સેડોન પાર્કમાં 26મો રન બનવતા પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીને પાછળ છોડી દીધો છે. તે કેપ્ટન તરીકે ટી20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે, જ્યારે ઓવરઓલ તે ત્રીજા સ્થાને આવી ગયો છે. તેણે આ મુકામ મેચની 16મી ઓવરના અંતિમ બોલ પર સિંગલ લઈને પાર કર્યો હતો. 

આ પહેલા કોહલી ટી20માં કેપ્ટન તરીકે સર્વાધિક રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાન પર હતો, તો ધોની 1112 રનની સાથે ત્રીજા નંબર પર હતો. પરંતુ આ મેચમાં તે ધોનીને પાછળ છોડીને ભારતનો નંબર વન કેપ્ટન બની ગયો હતો. 

આ મામલામાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 1148 રનની સાથે બીજા અને આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 1273 રનની સાથે પ્રથમ નંબર  પર છે. મહત્વનું છે કે ભારતે બીજી મેચ સાત વિકેટથી જીતીને પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 

T20Iમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન
1273 રન: ફાફ ડુ પ્લેસિસ
1148 રન: કેન વિલિયમસન
1126 રન વિરાટ કોહલીએ બનાવ્યા
1112 રન: એમએસ ધોની
1013 રન: ઇયાન મોર્ગન

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર