ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી પણ સામેલ
ભારતીય મહિલા ટીમે રવિવારે સાંજે રમાયેલા ફાઈનલ મુકાબલામાં નેપાળને 38 પોઈન્ટથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતે પ્રથમ ખો-ખો વિશ્વકપ પોતાના નામે કર્યો છે.
Trending Photos
)
ભારતીય મહિલા ટીમે રવિવાર (19 જાન્યુઆરી) એ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં નેપાળને હરાવી પ્રથમ ખો-ખો વિશ્વકપ જીત્યો છે. પ્રિયંકા ઝંગલેના નેતૃત્વવાળી ભારતીય ટીમે ફાઈનલમાં નેપાળને 78-40થી પરાજય આપ્યો હતો. ખો-ખોમાં વિશ્વ વિજેતા બનેલી ભારતીય ટીમમાં એક ગુજરાતી ખેલાડી પણ સામેલ હતી.
ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા પહેલા ટર્નમાં 34 પોઈન્ટ બનાવ્યા તો નેપાળની ટીમ સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. તો બીજા ટર્નમાં ભારતનો સ્કોર 35 પોઈન્ટ રહ્યો જ્યારે નેપાળની ટીમે 24 પોઈન્ટ હાસિલ કર્યાં હતા. બીજા ટર્નમાં ભારતે 1 પોઈન્ટ તથા નેપાળે 24 પોઈન્ટ બનાવ્યા હતા.
? ??????? ???? ???
Congratulations to #TeamIndia women for claiming the ?????-???? ??? ??? ????? ??? ?#KhoKhoWorldCup #KKWC2025 #TheWorldGoesKho #Khommunity #KhoKho #KKWCWomen pic.twitter.com/tqlBPbTIdc
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) January 19, 2025
બ્રેક બાદ ત્રીજા ટર્નમાં ભારતનો સ્કોર 73 તથા નેપાળનો સ્કોર 24 પોઈન્ટ રહ્યો હતો. ત્રીજા ટર્નમાં ભારતીય ટીમે કમાલનું પ્રદર્શન કરતા 38 પોઈન્ટ મેળવ્યા હતા. ચોથા ટર્નની પ્રથમ ઈનિંગમાં નેપાળે 6 પોઈન્ટ બનાવ્યા તો ભારતને પાંચ પોઈન્ટ મળ્યા હતા. પ્રથમ ઈનિંગનો સ્કોર 78-30 રહ્યો. ચોથા ટર્નના અંતમાં સિટી વાગવા સુધી ભારતનો સ્કોર 78 તો નેપાળનો 40 પોઈન્ટ રહ્યો હતો. ભારતીય ટીમે 38 પોઈન્ટથી આ મેચ જીતી હતી.
ગુજરાતની ખેલાડી પણ બની વિશ્વ વિજેતા
ભારતીય મહિલા ખો-ખો ટીમમાં ગુજરાતના ડાંગ જિલ્લાની ઓપીના ભિલારે પણ સામેલ હતી. ડાંગની દીકરીએ પણ શાનદાર પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓપીના ભિલારેએ લીગ રાઉન્ડ ઉતરાંત સેમીફાઈનલ અને ફાઈનલમાં સારૂ પ્રદર્શન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














