CWG 2018 : બોક્સર રાહુલ અવારે ભારતને અપાવ્યો 13મો ગોલ્ડ

CWG 2018 : બોક્સર રાહુલ અવારે ભારતને અપાવ્યો 13મો ગોલ્ડ

ગોલ્ડ કોસ્ટઃ પુરૂષ ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ વર્ગમાં બોક્સર રાહુલ અવારે ભારતને 13મો ગોલ્ડ મેડલ અપાવવામાં સફળ થયો છે. તેણે ફાઇનલમાં કેનેડાના સ્ટીવન તાકાહાશીના પડકારને 15-7થી ખતમ કર્યો. આ ખિતાબી મુકાબલામાં શાનદાર ટક્કર જોવા મળી અને રાહુલે ગોલ્ડ મેડલનો હકદાર બન્યો. 

આ પહેલા મહિલા ફ્રી સ્ટાઇલ 53 કિલોગ્રામના ફાઇનલમાં બબીતા કુમારીને નિરાશા હાથ લાગી. તે કેનેડાની પહેલવાન ડાયના વિકર સામે હારી ગઈ હતી. બબીતાને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. દંગલ ગર્લનો આ મેચમાં 2-5થી પરાજય થયો. બબીતાએ 2010માં દિલ્હીમાં સિલ્વર અને ગ્લાસ્ગોમાં 2014માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તમામની નજર સુશીલ કુમાર પર છે. 

— Indian Sports Fan! (@SportsFan_India) April 12, 2018

ભારતના ખાતામાં અત્યાર સુધી 27 મેડલ આવી ગયા છે. તેમાં 13 ગોલ્ડ, 6 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલની સાથે મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news