ગુજરાતી ન્યૂઝSportsGautam Gambhir : પપ્પાના મિત્રની Daughterને દિલ આપી બેઠો હતો ગૌતમ ગંભીર, સસરા છે કરોડપતિ

Gautam Gambhir : પપ્પાના મિત્રની Daughterને દિલ આપી બેઠો હતો ગૌતમ ગંભીર, સસરા છે કરોડપતિ

Gautam Gambhir : ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હંમેશા સમાચારોમાં રહે છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રહ્યા છે. ગૌતમ ગંભીરે 2007ના ટી20 વર્લ્ડ કપ અને 2011ના વર્લ્ડ કપની ફાઇનલ મેચોમાં જબરદસ્ત ઇનિંગ્સ રમીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

Gautam Gambhir : પપ્પાના મિત્રની Daughterને દિલ આપી બેઠો હતો ગૌતમ ગંભીર, સસરા છે કરોડપતિ

Gautam Gambhir Love Story : ગૌતમ ગંભીર ક્રિકેટને લઈને તો અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમની પત્ની નતાશા જૈન સુંદરતામાં અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે. નતાશા જૈન મીડિયાથી દૂર રહે છે, પરંતુ તેની સાદગી અને સુંદરતા ચર્ચાનું કારણ બને છે. ગૌતમ ગંભીરની પત્ની નતાશા જૈન કરોડોની માલિક છે. નતાશા જૈનના પિતા કરોડપતિ ઉદ્યોગપતિ છે. તેમના પિતાનું નામ રવિન્દ્ર જૈન છે.

ગંભીરના સસરા કરોડપતિ ઉદ્યોગપતિ 

Add Zee News as a Preferred Source

ગૌતમ ગંભીરના પિતા દીપક ગંભીર પણ એક ફેમસ કાપડ ઉદ્યોગપતિ છે. ગૌતમ ગંભીરના પિતા દીપક ગંભીર અને નતાશા જૈનના પિતા રવિન્દ્ર જૈન લગભગ 30 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. 2008માં ગૌતમ ગંભીર અને નતાશા જૈન પરિવાર દ્વારા મિત્રો બન્યા. બે વર્ષના સંબંધ પછી ગૌતમ ગંભીર અને નતાશા જૈનની સગાઈ થઈ અને પછી લગ્ન થઈ ગયા.

30 વર્ષ જૂની મિત્રતા સંબંધમાં ફેરવાઈ

ગૌતમ ગંભીરના પિતા દીપક ગંભીરના ગુડગાંવના ફેમસ ઉદ્યોગપતિ અને નતાશા જૈનના પિતા રવિન્દ્ર જૈન સારા મિત્રો હતા. તેમની 30 વર્ષ જૂની મિત્રતા સંબંધમાં ફેરવાઈ ગઈ. ગૌતમ ગંભીર અને નતાશા જૈનના લગ્ન 28 ઓક્ટોબર 2011ના રોજ ગુડગાંવમાં થયા હતા. ગૌતમ ગંભીર અને નતાશા જૈનને બે પુત્રીઓ છે. ગૌતમ ગંભીરના પિતા દીપક ગંભીર પણ કાપડના વ્યવસાયી છે. 

ગૌતમ ગંભીરે દિલ્હીના બરખંબામાં મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ગૌતમ ગંભીરે હિન્દુ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ગૌતમ ગંભીરને પણ એક બહેન છે. ગૌતમ ગંભીરની બહેન એકતા તેમનાથી ત્રણ વર્ષ નાની છે. ગૌતમ ગંભીરની બહેન એકતાના લગ્ન 3 ડિસેમ્બર 2009ના રોજ દિલ્હીમાં થયા હતા અને હવે તે બોસ્ટનમાં રહે છે.

ગૌતમ ગંભીર પાસે 20 કરોડનું વૈભવી ઘર 

આલીશાન ઘર ઉપરાંત ગૌતમ ગંભીર પાસે લક્ઝરી કારનું કલેક્શન પણ છે. ગૌતમ ગંભીર પાસે ઓડી, હમર, મર્સિડીઝ, BMW, મારુતિ સુઝુકી, બોલેરો જેવી મોંઘી કાર છે. ગૌતમ ગંભીરનું ઘર દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં છે, જેની કિંમત લગભગ 20 કરોડ કે તેથી વધુ હશે. ગૌતમ ગંભીરે આ વૈભવી ઘર 2013માં ખરીદ્યું હતું. આ ઉપરાંત ગૌતમ ગંભીર પાસે રાજેન્દ્ર નગર અને કરોલ બાગ વિસ્તારમાં 3 ઘર છે, જેની કુલ કિંમત લગભગ 15 કરોડ છે. ગૌતમ ગંભીર પાસે નોઈડામાં 5 કરોડનો ફ્લેટ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news