કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય હોકી ટીમમાં શ્રીજેશની વાપસી, સરદાર સિંહ બહાર

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમને પૂલ બીમાં પાકિસ્તાન, મલેશિયા, વેલ્સ અને ઇંગ્લેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. 

Updated By: Mar 13, 2018, 03:46 PM IST
 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય હોકી ટીમમાં શ્રીજેશની વાપસી, સરદાર સિંહ બહાર
21માં રાષ્ટ્રમંડળ ખેલો માટે 18 સભ્યોની ભારતીય પુરૂષ હોકી ટીમની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશની ગોલ્ડ કોસ્ટમાં યોજાનારા 21માં રાષ્ટ્રમંડળ ખેલ માટે 18 સભ્યોવાળી ભારતીય ટીમમાં વાપસી થઈ છે. જ્યારે પૂર્વ કેપ્ટન સરદાર સિંહને બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમની આગેવાની મીડ ફિલ્ડર મનપ્રીત સિંહ કરશે. ભારતને પૂલ બીમાં પાકિસ્તાન, મલેશિયા, વેલ્સ અને ઇંગ્લેન્ડની સાથે રાખવામાં આવ્યું છે. ભારત તેની પ્રથમ મેચ 7 એપ્રિલે પાકિસ્તાન સામે રમશે. મનપ્રીત ટીમનો કેપ્ટન અને ચિંગલેનસના સિંહ ટીમનો વાઇસ કેપ્ટન હશે. 

મનપ્રીતની આગેવાનીમાં ભારતે 2017 એશિયા કપમાં ગોલ્ડ અને ભુવનેશ્વરમાં હોકી વિશ્વ લીગ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અભુભવી ગોલકીપર શ્રીજેશ ઈજામાંથી બહાર આવીને ટીમમાં પરત ફરિયો છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન બાદ તેને ટીમમાં સ્થાન મળ્યું છે. તેનો સાથે 22 વર્ષિય સૂરજ કરકેરા આપશે, જેણે શ્રીજેશની ગેરહાજરીમાં ભુવનેશ્વરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અજલન શાહ કપમાં ખરાબ પ્રદર્શન બાદ સરદારનને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે, જ્યારે સારા પ્રદર્શન બાદ રમનદીપ સિંહની હકાલપટ્ટીનો નિર્ણય ચોંકાવનારો છે. 

યુવા દિલપ્રીત સિંહ અને વિવેક સાગર પ્રસાદને ન્યૂઝીલેન્ડમાં સારૂ પ્રદર્શન કરવાનું ઈનામ મળ્યું છે. બંન્નેએ મહત્વના મેચમાં ગોલ કર્યા હતા. ડિફેન્સમાં અનુભવી રૂપિંદર પાલ સિંહ, હરમનપ્રીત સિંહ, વરૂણ નાયર, કોથાજીત સિંહ, ગુરિંદર સિંહ અને અમિત રોહિદાસ હશે. મિડફીલ્ડનો દારમદાર કેપ્ટન મનપ્રીત સિંહ, ચિંગલેનસના, સુમિત અને વિવેક સંભાળશે. ફોરવર્ડમાં એસવીસુનીલ, આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, ગુરજંત સિંહ અને દિલપ્રીત સિંહ સામેલ છે. 

છેલ્લા બે રાષ્ટ્રમંડળ ગેમમાં ભારત રનર્સઅપ રહ્યું
મુખ્ય કોચ શોર્ડ મારિને કહ્યું, ખેલાડીઓના એશિયા કપ 2017થી લઈને અત્યાર સુધીના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવામાં આવી છે. આ રાષ્ટ્રમંડળ ખેલ માટે શાનદાર ટીમ છે. તેમણે કહ્યું, ટીમનું પ્રદર્શનમાં મેચ દર મેચ સુધાર આવી રહ્યો છે. અમે અજલન શાહ કપમાં મેડલ ન જીતી શક્યા, તેની અસર રાષ્ટ્રમંડળ ખેલમાં પડશે નહીં. છેલ્લી બે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ભારત રનર્સઅપ રહ્યું છે. આ વખતે ભારતને ટાઇટલ જીતવાનો વિશ્વાસ છે.