)
India vs Korea Hockey Asia Cup 2025 : હૉકી એશિયા કપની ફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ભારત ચોથી વખત હૉકી એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. ભારતે ફાઈનલમાં 4-1થી દક્ષિણ કોરિયાને હરાવ્યું છે. ભારત તરફથી દિલપ્રીત સિંહે 2 ગોલ કર્યા હતા. તો સુખજીત સિંહ, અમિત રોહિદાસનો 1-1 ગોલ કર્યા. હવે વર્લ્ડ કપ માટે પણ ભારતીય ટીમ ક્વૉલિફાય થઈ છે.
ભારતે હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે થયો હતો. ભારતે આ મેચ 4-1થી જીતી હતી. આ ચોથી વખત ભારતે આ ટુર્નામેન્ટ જીતી છે. આ જીત સાથે, ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપ 2026 માટે પણ ક્વોલિફાય કર્યું છે.
????????? ?? ????! ????
India reign supreme at the Hero Asia Cup Rajgir, Bihar 2025 with a stellar campaign to lift the crown — their fourth Asia Cup title. ?#HockeyIndia #IndiaKaGame #HumseHaiHockey #HeroAsiaCupRajgir pic.twitter.com/AOfD8wbB2K
— Hockey India (@TheHockeyIndia) September 7, 2025
બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી આ મેચમાં, ભારતીય હોકી ટીમે દક્ષિણ કોરિયાને 4-1ના માર્જિનથી હરાવ્યું. આ જીત સાથે, ટીમે આગામી વર્ષે એટલે કે 2026 માં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત રીતે યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.
બંને ટીમો વચ્ચેનો મુકાબલો આ રીતે થયો
આ ફાઇનલ મેચના પહેલા ક્વાર્ટરની પહેલી જ મિનિટમાં, ભારતના સુખજીત સિંહે ગોલ કર્યો. પ્રથમ ક્વાર્ટર સમાપ્ત થયા પછી, ભારત 1-0થી આગળ હતું. ભારતે બંને ક્વાર્ટરમાં 1-1 ગોલ કર્યા અને 2-0ની લીડ મેળવી. હાફ ટાઇમ સુધી ભારતનો સ્કોર 2-0 હતો. દક્ષિણ કોરિયાએ આક્રમક રમત રમી હતી પરંતુ તેઓ એક પણ ગોલ કરી શક્યા ન હતા.
ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટે, ભારતે ફરી ગોલ કર્યો અને લીડ 3-0 સુધી વધારી દીધી. ચોથા ક્વાર્ટરની 50મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. રોહિદાસે તકનો ઉપયોગ કરીને ગોલ કર્યો. પરંતુ તે જ ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાએ પણ ગોલ કર્યો. પરંતુ ભારતની લીડ 4-1 થઈ ગઈ હતી. આ પછી, ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને ગોલ થવા દીધો નહીં અને રક્ષણાત્મક અભિગમ અપનાવ્યો. અંતે, ભારતનો વિજય થયો.