સાઉથ આફ્રીકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ટીમની કમાન ફરીથી વિરાટ કોહલી સંભાળશે, જો કે જાડેજાને પડતો મુકવામાં આવ્યો

Updated By: Dec 24, 2017, 10:08 AM IST
સાઉથ આફ્રીકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સાઉથ આફ્રીકા મુલાકાતની વન ડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરને સ્થાન અપાયું છે. ભારત સાઉથ આફ્રિકા મુલાકાત દરમિયાન છ ઇન્ટરનેશનલ વન ડે મેચ રમશે. સીરીઝની પહેલી મેચ 1 ફેબ્રુઆરીએ કિંગ્સમીંડ ડરબરમાં રમાશે. મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતીએ શનિવારે ટીમની જાહેરાત કરી હતી. ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીનાં હાથમાં છે. 17 સભ્યોની ટીમમાં ચાર ફાસ્ટ બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ સ્પિન બોલિંગનું આક્રમણ સંભાળશે. હૈમસ્ટ્રિંગમાં ઇજાનાં કારણે શ્રીલંકા વિરુદ્ધ વન ડે સીરીઝમાં ન રમી શકનાર કેદાર જાધવનું પણટીમમા પુનરાગમન થયુ છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ડાબા હાથનાં સ્પિનર રવિંદ્ર જાડેજા એકવાર ફરીથી સીમિત ઓવરોની ટીમમાં સ્થાન નથી બનાવી શક્યો. જ્યારે કે.એસ રાહુલ અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પણ પડતા મુકવામાં આવ્યા છે. 

શ્રીલંકા વિરુદ્ધ હાલમાં જ રમાયેલી વન ડે સીરીઝમાં બે અડધી સદી ફટકારનાર મુંબઇનાં બેટ્સમેન શ્રેયસ ઐય્યરને પણ ટીમમાં સ્થાન અપાયું છે. દિનેશ કાર્તિકને મહેન્દ્રસિંહ ઘોનીનાં બેકઅપ વિકેટકિપર સ્વરૂપે ટીમમાં સ્થાન અપાયું છે. મુંબઇનાં ફાસ્ટ બોલર શાર્દુલે ટીમમાં સિદ્ધાર્થ કોલનાં બદલે સમાવેશ કરાયો છે. શ્રીલંકાા સીરીઝ દરમિયાન કોઇ મેચ રમી શક્યા નહોતા. સાઉથ આફ્રીકાની આ મુલાકાત દરમિયાન ટીમ ઇન્ડિયા માટે પડકારપુર્ણ માનવામાં આવે છે. સાઉથ આફ્રીકાનાં ફાસ્ટ અને ઉછાળાવાળી પીચ પર ભારતની મજબુત માનવામાં આવતી બેટ્સમેનોની અસલ પરિક્ષા થશે. છ વનડે મેચોની પહેલા ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ પણ રમશે. ટેસ્ટ સીરિઝની શરૂઆત 5 જાન્યુઆરીથી કેપ્ટાઉનમાં રમાશે. 

સાઉથ આફ્રીકાનાં પ્રવાસ માટે ભારતની 17 સભ્યોની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, આંજિક્ય રહાણે, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મહેન્દ્રસિંહ ધોની (વિકેટ કિપર), અક્ષર પટેલ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી.