ભુવનેશ્વરઃ ભારતીય મહિલા હોકી ટીમે અદભૂત પ્રદર્શન કરતાં ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. હોકી ઓલિમ્પિક ક્વોલિફાયરના બીજા મુકાબલામાં યુએસએ સામે હારવા છતાં પણ ભારતીય ટીમ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. હકીકતમાં ભારતીય મહિલા ટીમે એગ્રીગેટ પોઈન્ટના આધારે અમેરિકાને 6-5થી પરાજય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમે પ્રથમ મેચમાં USAની ટીમને 5-1ના મોટા અંતરથી હરાવ્યું હતું. બીજા મુકાબલામાં ભારતીય ટીમનો 4-1થી પરાજય થયો હતો. તેમ છતાં એગ્રીગેટ પોઈન્ટના આધારે અમેરિકાના 5 ગોલની સામે ભારતના કુલ 6 ગોલ થયા હતા. આ કારણે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવામાં કોઈ વિઘ્ન નડ્યું નહીં. 


ભારત તરફથી મેચની 49મી મિનિટમાં કેપ્ટન રાની રામપાલે નિર્ણાયક ગોલ કર્યો હતો. આ ગોલ સાથે જ ભારતી પ્રશંસકોના ચહેરા ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. ત્યાર પછી ભારતીય ટીમ એક પણ ગોલ કરી શકી નહીં પરંતુ ઓલિમ્પિકની ટિકિટ કાપવામાં સફળ રહી. 


મેચની શરૂઆતથી જ ભારતીય ટીમનું સંતુલન યોગ્ય ન હતું અને એક પછી એક ગોલ થતા રહ્યા હતા. ડિફેન્સ અત્યંત નબળું જોવા મળ્યું અને તેનો ફાયદો ઉઠાવીને અમેરિકાની ટીમે એક પછી એક એમ 4 ગોલ ઠોકી દીધા હતા. ત્રણ ક્વાર્ટર સુધી ભારતી ટીમ સંઘર્ષ કરતી રહી હતી. ચોથા ક્વાર્ટરમાં કેપ્ટને ગોલ કરીને ટીમને સફળતા અપાવી હતી. 


જુઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...