INDvsSA : રૈનાની 1 વર્ષ બાદ ટીમમાં વાપસી, યુવરાજને ન મળ્યું સ્થાન

સાઉથ આફિકા સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સુરેશ રૈના જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. 

 

 INDvsSA : રૈનાની 1 વર્ષ બાદ ટીમમાં વાપસી, યુવરાજને ન મળ્યું સ્થાન

નવી દિલ્હીઃ અનુભવી બેટ્સમેન સુરેશ સૈનાને સ્થાનિક ક્રિકેટમાં સારા પ્રદર્શનને કારણે આફ્રિકા સામે 18 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચોની ટી20 શ્રેણી માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રૈનાએ ફિટનેશ સંબંધિત સમસ્યાઓની દૂર કરીને કોહલીના નેતૃત્વવાળી 16 સભ્યોની ટીમમાં સ્થાન મેળવ્યું છે. રૈનાએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2017માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્યારબાદ ફિટનેસને કારણે ટીમમાંથી બહાર હતો. રૈનાએ હાલમાં જ યો યો ટેસ્ટ પાસ કરી હતી. યુવરાજ સિંહ ટીમમાં પરત ફરવામાં અરી અસફળ રહ્યો છે. 

રૈનાએ હાલમાંજ પૂર્મ થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનાદર પ્રદર્શન કર્યું હતું. તેણે ઉત્તરપ્રદેશ તરફથી રમતા એક સદી અને બે અર્ધસદી ફટકારી હતી. ભુવનેશ્વર કુમાર અને શિખર ધવનની ટીમમાં વાપસી થઈ છે. તેઓને લંકા સામેની ટી20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. 

ત્રીજી ટેસ્ટમાં શાનાદર પ્રદર્શન કરનાર રણાણે બહાર 
આફ્રિકા સામેની વનડે અને ટી20 શ્રેણીમાં મુખ્ય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. સીનિયર ખેલાડીઓએ વાપસી કરતા દીપક હુડ્ડા, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર અને રહાણેને ટીમમાં સ્થાન મળ્યું નથી. 

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તે લંકા સામેની શ્રેણીમાં મેન ઓફ શ્રેણી બન્યો હતો. ડાબોડી સ્પિનર અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આફ્રિકા સામેની ટી20 શ્રેણી 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ 18 ફેબ્રુઆરીએ જોહનિસબર્ગ, 21ના બીજી મેચ સેન્ચુરિયન અને 24 ફેબ્રુઆરીએ અંતિમ મેચ કેપટાઉનમાં રમાશે 

આફ્રિકા સામેની ટી20 ટીમ આ પ્રમાણે છે

કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, સુરેશ રૈના, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યજુવેન્દ્ર ચહલ, બુમરાહ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુર 

 

 

— BCCI (@BCCI) January 28, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news