રાંચી : ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચોની સિરીઝ 2 માર્ચથી શરૂ થઈ રહી છે. આ સીરિઝની ત્રીજી મેચ 8 માર્ચે રાંચીમાં રમવામાં આવશે. રાંચીમાં રમાઈ રહેલી આ મેચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. જોકે આ મેચ વિશે જેએસસીએ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ક્રિકેટના ચાહકો આ મેચ વિશે ભારે ઉત્સાહિત છે કારણ કે લાંબા સમય પછી આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની હોમ ગ્રાઉન્ડ પર રમવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેએસસીએ મેનેજમેન્ટનું કહેવું છે કે આ મેચ માટે દર્શકોએ લાઇનમાં ઉભા રહીને જ ટિકિટ લેવી પડશે અને ઓનલાઇન ટિકિટ ઉપલબ્ધ નહીં થાય. મેનેજમેન્ટના આ નિર્ણયથી ક્રિકેટના ચાહકો હતાશ છે કારણ કે તેમણે હવે ટિકિટ માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડશે. 


જેએસસીએ મેનેજમેન્ટે ક્રિકેટની ટિકિટનું બ્લેક માર્કેટિંગ રોકવા માટે મહિલા અને પુરુષના જમણા હાથમાં શાહીનું નિશાન કરવાની યોજના પણ બનાવી છે. જેએસસીએ સ્ટેડિયમમાં લગભગ 40 હજાર દર્શકોને બેસાડવાની ક્ષમતા છે. 8 માર્ચે રમાનારી આ મેચ ડે નાઇટ હશે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...