IPL 2018: ટાઇટલ માટે વિલિયમસનના વીર અને ધોનીના ધુરંધરો વચ્ચે ટક્કર

આઈપીએલ 2018ની ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 

IPL 2018: ટાઇટલ માટે વિલિયમસનના વીર અને ધોનીના ધુરંધરો વચ્ચે ટક્કર

મુંબઈઃ આઈપીએલની 11મી સીઝનની બે સર્વશ્રેષ્ઠ ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ  રવિવારે ટાઇટલ માટે ટકરાશે. વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ ચેન્નઈની બેટિંગ અને સનરાઇઝર્સ હૈદરાબાદની  બોલિંગનો હશે. ત્રીજીવાર ટાઇટલ જીતવાના પ્રયત્નમાં લાગેલી ચેન્નઈ 2016ની ચેમ્પિયન સનરાઇઝર્સ  હૈદરાબાદ સામે પ્રથમ ક્વોલિફાયરના પાંચ દિવસ બાદ  રમશે. 

બંન્ને ટીમો 22 મેએ પ્રથમ ક્વોલિફાયરમાં આમને-સામને હતી, જેમાં 2010 અને 2011ની ચેમ્પિયન ચેન્નઈએ બે  વિકેટે વિજય મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ચેન્નઈનો નવ પ્રયાસોમાં આ સાતમો ફાઇનલ છે. આ  વર્ષે તેણે બંન્ને ગ્રુપ મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો હતો. હૈદરાબાદે બીજા ક્વોલિફાયરમાં  કોલકત્તા નાઇટ રાઇડર્સનો સામનો તેના મેદાનમાં કરવો પડ્યો, જેમાં તેણે 14 રનથી વિજય મેળવ્યો હતો. 

ચેન્નઈને બે મેચો વચ્ચે ચાર દિવસનો બ્રેક મળ્યો છે, જ્યારે હૈદરાબાદે કોલકત્તાનો થાક ભૂલીને રમવું પડશે.  હૈદરાબાદનો સાત દિવસમાં આ ત્રીજો મેચ છે. અફઘાન ક્રિકેટના વંડર બોય રાશિદ ખાને પ્રથમ ક્વોલિફાયરમાં  ચેન્નઈને મુશ્કેલમાં મુકતા 11 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રાશિદે શુક્રવારે કેકેઆર વિરુદ્ધ 10 બોલમાં 34  રન બનાવવા ઉતરાંત ત્રણ વિકેટ, બે કેચ અને એક રનઆઉટ કર્યો હતો. 

ચેન્નઈ માટે પ્રથમ ક્વોલિફાયરમાં ફાફ ડુ પ્લેસિસે અણનમ 67 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. સેમ  બિલિંગ્સને ઈજા થતા તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેનો ફાયદ તેણે ઉઠાવ્યો હતો. ચેન્નઈએ  સનરાઇઝર્સના ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટ પર પણ અંકુલ લગાવવો પડશે, જે ટી20 વિશ્વકપ 2016માં  વેસ્ટઇન્ડિઝની જીતનો સૂત્રધાર હતો. તેણે ડેથ ઓવર્સમાં ચેન્નઈ વિરુદ્ધ 43 રન ફટકાર્યા હતા. 

બીજીતરફ હૈદરાબાદને કેપ્ટન કેન વિલિયમસન પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે, જે બેટિંગ તેણે લીગ  મેચમાં કરી હતી. શિખર ધવને સારૂ શરૂઆત અપાવવી પડશે. ચેન્નઈ પાસે શેન વોટસન, સુરેશ રૈના અને  અંબાતી રાયડૂ જેવા ઇનફોર્મ બેટ્સમેન છે. જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફિનિશરની ભૂમિકામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news