IPL ચેમ્પિયન ચેન્નઈને મળ્યા 20 કરોડ, કોને મળ્યો ક્યો એવોર્ડ, જુઓ લિસ્ટ

આઈપીએલ-2018ની ઓરેન્જ કેપ કેન વિલિયમસન અને પર્પલ કેપ એડ્રયૂ ટાયને મળી છે. 

IPL ચેમ્પિયન ચેન્નઈને મળ્યા 20 કરોડ, કોને મળ્યો ક્યો એવોર્ડ, જુઓ લિસ્ટ

મુંબઈઃ આખરે ચેન્નઈ સુપર કિંગ્સ 7 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની. આઈપીએલની 11મી સીઝનનું ટાઇટલ તેણે પોતાના નામે કર્યું. બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ચેન્નઈએ ટાઇટલ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ચેન્નઈએ 2010 અને 2011માં આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું. 

ફાઇનલમાં ધોનીના ધુરંધરોએ દેખાડ્યું કે, કેમ તેની ટીમ આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ ટાઇટલ સાથે ચેન્નઈએ મુંબઈની બરોબરી કરી લીધી છે, જેણે ત્રણ આઈપીએલ ટાઇટલ પોતાના નામે કર્યા છે. 

આઈપીએલની 11મી સીઝનના ફાઇનલ બાદ ઈનામોનો વરસાદ થયો. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. ફાઇનલમાં હારેલા હૈદરાબાદની ટીમને 12.5 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું. આ સિવાય અલગ-અલગ ઈનામોનો વરસાદ થયો. 

ઈનામની રકમ
1. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને મળ્યા 20 કરોડ રૂપિયા. 

2. રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદને મળ્યા 12.5 કરોડ રૂપિયા.

3. ઓરેન્જ કેપ (સર્વાધિક રન, કેન વિલિયમસન) 10 લાખ રૂપિયા.

4. પર્પલ કેપ (સર્વાધિક વિકેટ, એડ્રયૂ ટાય, કિંગ્સ ઈલેવન પંજાબ) 10 લાખ રૂપિયા. 

આઈપીએલ 2018ના એવોર્ડસ

ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટઃ ઋૃષભ પંત

ફેયર પ્લે એવોર્ડઃ મુંબઈ ઈન્ડિયન્સ

કેચ ઓફ ધ ટૂર્નામેન્ટઃ ટ્રેટ બોલ્ટ (વિરાટ કોહલીનો કેચ)

સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સેશનછ સુનીલ નરેન

સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ સેશન: ઋૃષભ પંત

ઈનોવેટિવ થિંન્કિંગછ એમ એસ ધોની

પર્પલ કેપ: એડ્રયૂ ટાય

ઓરેન્જ કેપ: કેન વિલિયમસન

મોસ્ટ વેલ્યુબલ પ્લેયર: સુનીલ નરેન

2018: ટોપ-5 બેટ્સમેનોનું લિસ્ટ

1. કેન વિલિયમસન (હૈદરાબાદ): 17 મેચ, 735 રન, 84 બેસ્ટ, 52.50 એવરેજ (ઓરેન્જ કેપ)
2. ઋૃષભ પંત (દિલ્હી): 14 મેચ, 684 રન, 128 બેસ્ટ, 52.91 એવરેજ
3. લોકેશ રાહુલ (પંજાબ): 14 મેચ, 659 રન, 95 બેસ્ટ, 54.91 એવરેજ
4. અંબાતી રાયડૂ (ચેન્નઈ): 16 મેચ, 603 રન, 100* બેસ્ટ, 43.07 એવરેજ
5. શેન વોટસન (ચેન્નઈ): 15 મેચ, 555 રન, 117* બેસ્ટ, 39.64 એવરેજ

2018: ટોપ-5 બોલર્સ
1. એડ્રયૂ ટાય (પંજાબ) 14 મેચ 24 વિકેટ (પર્પલ કેપ)
2. રાશિદ ખાન (હૈદરાબાદ) 17 મેચ 21 વિકેટ
3. સિદ્ધાર્થ કૌલ (હૈદરાબાદ) 17 મેચ 21 વિકેટ
4. ઉમેશ યાદવ (બેંગલુરૂ) 14 મેચ 20 વિકેટ
5. હાર્દિક પંડ્યા (મુંબઈ) 13 મેચ 18 વિકેટ

2008-2018: ચેમ્પિયન્સ લિસ્ટ

2008: રાજસ્થાન રોયલ્સ (ચેન્નઈને 3 વિકેટ હરાવ્યું)

2009: ડેક્કન ચાર્જર્સ (બેંગલુરૂને 6 રનથી હરાવ્યું)

2010: ચેન્નઈ સુપર કિંગ્સ (મુંબઈને 22 રને હરાવ્યું)

2011: ચેન્નઈ સુપક કિંગ્સ (બેંગલુરૂને 58 રને હરાવ્યું)

2012: કોલકત્તા નાઇટ રાઇડર્સ (ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું)

2013: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નઈને 23 રને હરાવ્યું)

2014: કોલકત્તા નાઇટ રાઇડર્સ (પંજાબને 3 વિકેટે હરાવ્યું)

2015: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નઈને 41 રને હરાવ્યું)

2016: (બેંગલુરૂને 8 રનથી હરાવ્યું)

2017: મુંબઈ ઈન્ડિયન્સ (રાઇજિંગ પુણેને 1 રને હરાવ્યું)

2018: ચેન્નઈ સુપર કિંગ્સ (સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news