IPL 2019: આરબીસી વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સની નજર પ્લેઓફ પર

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માં બંન્ને ટીમોની સફર સાથે શરૂ થઈ હતી. હવે ચેન્નઈની ટીમ જ્યાં ટેબલમાં ટોપ પર છે તો બેંગલોરની ટીમ સૌથી છેલ્લા સ્થાન પર. 

IPL 2019: આરબીસી વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સની નજર પ્લેઓફ પર

બેંગલોરઃ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાબલામાં રવિવારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ જ્યારે મેદાનમાં ઉતરશે તો તેની નજર ગત મેચમાં મળેલા પરાજયને ભૂલીને પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરવા પર હશે. ગત ચેમ્પિયન ચેન્નઈની ટીમે ગત મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ બહારનો સામનો કરવો પડ્યો હતો જે હાલની સિઝનમાં તેની બીજી હાર છે. 

બેંગલોર વિરુદ્ધ જો ટીમ જીત મેળવે તો તેના 16 પોઈન્ટ થઈ જશે જે અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે પૂરતા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ઈજાને કારણે ટીમના નિયમિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર પર ન ઉતર્યો પરંતુ રવિવારે રમાનારી મેચ માટે તેના ફિટ રહેવાની આશા છે. 

ટૂર્નામેન્ટની શરૂઆતી મેચ રમનારી બંન્ને ટીમોનું અભિયાન બિલ્કુલ અલગ પ્રકારનું રહ્યું છે. ચેન્નઈની ટીમ ફરી એકવાર આશાઓ પૂરી કરવામાં સફળ રહી તો બેંગલોરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી કે શુક્રવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીત મેળવનાર બેંગલોરની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હશે. આંદ્રે રસેલ અને નીતીશ રાણાની આક્રમક બેટિંગ છતાં બેંગલોરની ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી. 

ટીમની નવ મેચોમાં આ માત્ર બીજી જીત છે પરંતુ તે હજુ પ્લેઓફની રેસમાં બનેલી છે. બેંગલોરની ટીમ હકીકતમાં 2016ના પ્રદર્શનથી પ્રેરણા લઈ શકે છે જ્યારે તેણે શરૂઆતી સાતમાંથી પાંચ મેચ ગુમાવ્યા બાદ અંતિમ સાતમાંથી છ મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. કેકેઆર વિરુદ્ધ દિગ્ગજ એબી ડિવિલિયર્સની ગેરહાજરીમાં કેપ્ટન વિરાટ કોહલીએ જવાબદારીથી બેટિંગ કરતા સત્રમાં પોતાની પ્રથમ સદી ફટકારીને ટીમને મોટો સ્કોર સુધી પહોંચાડી હતી. 

ડિ વિલિયર્સની સંભવિત વાપસીથી બેંગલોરની ટીમ ઘરઆંગણે સિઝનના છેલ્લા મેચમાં પ્રશંસકોને જીતનો જશ્ન મનાવવાની તક આપવા ઈચ્છશે. ટીમમાં ડેલ સ્ટેન આવ્યા બાદ પણ બોલિંગ ચિંતાનો વિષય બનેલી છે. તેનું ઉદાહરણ કોલકત્તા વિરુદ્ધ જોવા મળ્યું જ્યારે રસેલ અને રાણાની જોડીએ અંતિમ છ ઓવરોમાં જીત માટે જરૂરી લગભગ 113 રનના અસંભવ લક્ષ્યની નજીક પહોંચી ગઈ હતી. તો બીજીતરફ 40 વર્ષનો ઇમરાન તાહિર ચેન્નઈનો સ્ટાર બોલર રહ્યો છે. તેણે કેપ્ટનની યોજનાને મેદાન પર બખૂબી ઉતારી છે અને અત્યાર સુધી 15 વિકેટ ઝડપી છે. ચેન્નઈ સુપરકિંગ્સને કેપ્ટન ધોની પાસેથી પણ આશા હશે જેણે આ સિઝનમાં આઠ મેચોમાં બે અડધી સદીની મદદથી 230 રન બનાવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news