IPL 2020 CSK vs MI Live Score Updates: ચેન્નાઈનો સ્કોર 60ને પાર, કુરેન અને શાર્દુલ ક્રીઝ પર

આઇપીએલ (IPL 2020)ના 41માં મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. મેચમાં મુંબઇએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Updated By: Oct 23, 2020, 08:41 PM IST
IPL 2020 CSK vs MI Live Score Updates: ચેન્નાઈનો સ્કોર 60ને પાર, કુરેન અને શાર્દુલ ક્રીઝ પર

શારજાહ: આઇપીએલ (IPL 2020)ના 41માં મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. મેચમાં મુંબઇએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

પહેલા બેટિંગ કરવા મેદાન પર ઉતરેલી ચેન્નાઈ સુપરકિંગ્સે 13 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 63 રન બનાવ્યા છે. સેમ કુરેન (24) અને શાર્દુલ ઠાકુર (6) ક્રીઝ પર રમી રહ્યાં છે.

તેમને જણાવી દઇએ કે, આ સીઝનની ઓપનિંગ મેચ બંનેની વચ્ચે રમાઈ હતી. જેમાં ચેન્નાઈને જીત મળી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ અત્યાર સુધીમાં આ સીઝનમાં 9 મેચ રમી છે જેમાંથી તેઓએ 6 મેચમાં જીત મેળવી છે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની હાલત આ સીઝનમાં ખુબજ ખરાબ રહી છે અને રમાયેલી 10 મેચમાંથી માત્ર 3 મેચ જીતી છે.

દીપક ચહર પરત ફર્યો પેવેલિયન
ચેન્નાઈને 7મો ઝટકો લાગ્યો છે. રાહુલ ચહરે દીપક ચહરને પોતાનો શિકાર બનાવ્યો છે. દીપક ચહર મેચમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો.

રાહુલ ચહરનો શિકાર બન્યો ધોની
ચેન્નાઈની ટીમનું ખુબજ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એમએસ ધોની 16 રન બનાવી પોતાની વિકેટ ગુમાવી છે. રાહુલ ચહરના સ્પિન બોલ પર ફસાયો એમસ ધોની.

પાવરપ્લેમાં ચેન્નાઈની ખરાબ શરૂઆત
ચેન્નાઈ સુપરકિંગ્સએ પાવરપ્લેમાં ખુબજ ખરાબ શરૂઆત કરી છે. સીએસકેએ પાવરપ્લેમાં તેમની 5 વિકેટ ગુમાવી છે. પહેલી 6 ઓવરમાં ચેન્નાઇનો 30 રનનો સ્કોર છે.

ફોક ડુપ્લેસી થયો ફ્લોપ
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગમાં નિષ્ફળ રહ્યો. ચેન્નાઈએ ત્રણ રન પર તેમની ચોથી વિકેટ ગુમાવી છે. ટ્રેન્ટ બોલ્ટની બોલ્ડ પર ફોક ડુપ્લેસી 1 રન બનાવી આઉટ થયો છે.

ચેન્નાઈ સુપરકિંગ્સની બુમરાહએ લીધી સતત બે વિકેટ
મેચની બીજી ઓવરમાં બુમરાહએ કમાલ કર્યો છે. બુમરાહએ એન જગદીશન અને અંબાતી રાયડૂની વિકેટ ઝડપી પાડી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ રન પર ગુમાવી ત્રણ વિકેટ.

ખોતું ખોલાવ્યા વગર આઉટ થયો ગાયકવાડ
ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનું ખાતું ખોલાવતા પહેલા જ એક વિકેટ આઉટ થઇ ગઇ છે. ટ્રેન્ટ બોલ્ટના બોલ પર રૂતુરાજ ગાયકવાડ આઉટ થયો છે.

ચેન્નાઈએ બેટિંગની કરી શરૂઆત
ટોસ જીતી મુંબઇએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ શરૂ થઈ ગઇ છે. ટીમના સલામી બેટ્સમેન ક્રીઝ પર હાજર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન: ફોફ ડુપ્લેસી, રૂતુરાજ ગાયકવાડ, એન જગદીશન, અંબાતી રાયડુ, એમએસ ધોની, સેમ કુરેન, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા, ઇમરાન તાહિર, જોશ હેઝલવુડ.

મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, સૌરભ તિવારી, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્પર-નાઇલ, જસપ્રીત બુમરાહ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube