DC vs SRH Qualifier 2: દિલ્હીની અગ્નિ પરીક્ષા લેશે હૈદરાબાદ, વિજેતા ટીમને મળશે ફાઇનલની ટિકિટ

DC vs SRH Qualifier 2 Match Preview And Predictions: આઈપીએલ-2020ની બીજી ક્વોલિફાયર દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ વચ્ચે રમાશે. વિજેતા ટીમનો સામનો 10 નવેમ્બરે ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. 

DC vs SRH Qualifier 2: દિલ્હીની અગ્નિ પરીક્ષા લેશે હૈદરાબાદ, વિજેતા ટીમને મળશે ફાઇનલની ટિકિટ

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં યોગ્ય સમયે લય હાસિલ કરનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આજે જ્યારે ટૂર્નામેન્ટના બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેદાન પર ઉતરશે તો તેનું પલડું ભારે હશે. આ મેચના વિજેતાનો સામનો ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે છેલ્લી ચારેય મેચ કરો યા મરો હતી પરંતુ ટીમે બધામાં જીત મેળવી તો શરૂઆતી મેચોમાં શાનદાર પ્રદર્શન કરનારી દિલ્હી કેપિટલ્સની ટીમ ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં પહોંચતા-પહોંચતા લયથી ભટકી ગઈ છે. 

શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન કરનારી હૈદરાબાદની ટીમની વાપસીનો શ્રેય કેપ્ટન ડેવિડ વોર્નરને જાય છે, જેણે પોતાના ખેલાડીઓનો શાનદાર ઉપયોગ કર્યો. બીજી તરફ શરૂઆતી નવ મેચોમાં સાત જીત મેળવનારી દિલ્હી કેપિટલ્સની છેલ્લી છ મેચમાં પાંચમાં હારથી કેપ્ટન શ્રેયસ અય્યરની યોજનાઓને ઝટકો લાગ્યો છે. યુવા કેપ્ટન અય્યર ટૂર્નામેન્ટની 13મી સીઝનમાં ટીમને પ્રથમવાર ફાઇનલમાં પહોંચાડવા ઈચ્છશે તો વોર્નર 2016ની સફળતાને એકવાર પુનરાવર્તિત કરી બીજીવાર ટીમને ચેમ્પિયન બનાવવા ઈચ્છશે. વોર્નર જો આગામી બે મેચમાં જીત નોંધાવવામાં સફળ રહે તો ટૂર્નામેન્ટમાં સૌથી ઓછા અનુભવ વાળા ખેલાડીઓની સાથે જીત મેળવવાનો શ્રેય તેને જશે. 

દિલ્હીની ટીમ માટે સૌથી મોટી ચિંતા તેના ટોપ ક્રમના બેટ્સમેનોની છે. શિખર ધવન (15 મેચોમાં 525 રન)એ કુલ મળીને સારૂ પ્રદર્શન કર્યુ છે પરંતુ પાછલી કેટલીક મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. યુવા પૃથ્વી શો (13 મેચોમાં 228 રન)ની નબળાઈ સારા ફાસ્ટ બોલર વિરુદ્ધ ઉજાગર થઈ ગઈ તો અનુભવી અંજ્કિય રહાણા (7 મેચોમાં 111 રન)એ અત્યાર સુધી માત્ર એક મેચમાં દમદાર પ્રદર્શન કર્યું છે. ટીમના કોચ રિકી પોન્ટિંગ ઓપનિંગ બેટ્સમેનોના ખાતા ખોલ્યા વિના આઉટ થવાથી પરેશાન છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી નવ વખત એવું થઈ ચુક્યું છે જેમાં ધવન ચાર, શો ત્રણ રહાણે બે વખત શૂન્ય રન પર આઉટ થયા છે. 

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પ્રથમ ક્વોલિફાયર મુકાબલાને છોડીનેટ ટીમના બોલરોએ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. કગિસો રબાડા (25 વિકેટ), એનરિક નોર્ત્જે (20) અને રવિચંદ્રન અશ્વિન (13)એ મોટાભાગની મેચોમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. સનરાઇઝર્સના બેટ્સમેનોએ પાછલી કેટલીક મેચોમાં લય હાસિલ કરી છે જેને ટીમના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે પણ સ્વીકાર્યુ છે. 

બોલિંગમાં સનરાઇઝર્સની પાસે સંદીપ શર્મા, હોલ્ડર, શાહબાઝ નદીમ, ટી નટરાજન અને રાશિદ ખાન જેવા ફોર્મમાં ચાલી રહેલા બોલર છે. સંદીપે પાવરપ્લેમાં અને નટરાજને ડેથ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. રાશિદ વચ્ચેની ઓવરમાં વધુ રન આપી રહ્યો નથી. ટીમનું એકમાત્ર નબળું પાસું મધ્યમક્રમની બેટિંગ છે જ્યાં પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ જેવા યુવાઓએ પોતાના કરિયરના સૌથી મોટા પડકારનો સામનો કરવો પડશે. 

સંભવિત ટીમ
સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, શાહબાઝ નદીમ, સંદીપ શર્મા, ટી નટરાજન. 

દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, અંજ્કિય રહાણે, શ્રેયસ અય્યર, રિષભ પંત, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, અશ્વિન, કગિસો રબાડા, એનરિક નોર્ત્જે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news