IPL 2020 Final: મુંબઈનો દબદબો યથાવત, જીતી પાંચમી ટ્રોફી

આઈપીએલનો ફાઇનલ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા છે. 
 

IPL 2020 Final: મુંબઈનો દબદબો યથાવત, જીતી પાંચમી ટ્રોફી

દુબઈઃ  બોલરોના દમદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા (68)ની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2020)ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે પરાજય આપી રેકોર્ડ પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પર કબજે કર્યો છે. આ સાથે પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી દિલ્હીનું ટાઇટલ જીતવાનું સપનું રોળાયું છે. તો મુંબઈની ટીમ સતત બે સીઝનમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ 2010 અને 2011મા સળંગ બે વખત વિજેતા બની હતી. તો મુંબઈનું આ રેકોર્ડ પાંચમું ટાઇટલ છે. મુંબઈ આ પહેલા 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલ ચેમ્પિયન બની હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 18.4 ઓવરમાં 157 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

મુંબઈના 100 રન પૂરા
મુંબઈએ 12 ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા. રોહિત 56 અને ઈશાન કિશન 3 રને ક્રિઝ પર છે. 

સીઝનમાં રોહિતની ત્રીજી અડધી સદી
રોહિત શર્માએ ફાઇનલમાં મોટી ઈનિંગ રમી હતી. તેણે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં રોહિતની ત્રીજી અડધી સદી છે. 

પાવરપ્લે બાદ મુંબઈનો સ્કોર 61
પાવરપ્લે મુંબઈએ શાનદાર શરૂઆત કરી છે. ટીમે 1 વિકેટ ગુમાવી 61 રન બનાવી લીધા હતા. 

ડિ કોક આઉટ
મુંબઈને પ્રથમ ઝટકો 45 રનના સ્કોર પર લાગ્યો હતો. ડિ કોક (20)ને સ્ટોયનિસે આઉટ કર્યો હતો. 

20 ઓવરમાં દિલ્હીએ બનાવ્યા 
દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા છે. કેપ્ટન અય્યર 50 બોલમાં 5 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 65 રન બનાવી અણનમ રહ્યો હતો. 

અક્ષર પટેલ આઉટ
અક્ષર પટેલ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા નાથન કુલ્ટર નાઇલને મળી હતી. 

શ્રેયસ અય્યરની અડધી સદી
દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે જરૂરીયાતના સમયે શાનદાર ઈનિંગ રમી હતી. તેણે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢતા 40 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

પંત 56 રન બનાવી આઉટ
રિષભ  પંત 56 રન બનાવી કુલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો રિષભે 38 બોલનો સામનો કરતા ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

દિલ્હીના 100 રન પૂરા
દિલ્હી કેપિટલ્સે 14મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા. 

દિલ્હીએ 10 ઓવરમાં બનાવ્યા 75 રન
સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંત અને અય્યરે દિલ્હીની ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ 10 ઓવરમાં ટીમનો સ્કોર 75 રન પર પહોંચાડ્યો હતો. 

પાવરપ્લેમાં દિલ્હીનો સ્કોર 41/3
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી. ઈનિંગના પ્રથમ બોલે બોલ્ટે સ્ટોયનિસને આઉટ કર્યો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં બોલ્ટે રહાણે (2)ને ડિ કોકના હાથે કેચઆઉટ કરાવી મુંબઈને બીજી સફળતા અપાવી હતી. જયંત યાદવે શિખર ધવન (15)ને બોલ્ડ કરીને દિલ્હીને ત્રીજો ઝટકો આપ્યો હતો. 

દિલ્હીને પ્રથમ ઝટકો
ફાઇનલ મેચમાં દિલ્હીની શરૂઆત ખરાબ રહી છે. ઈનિંગના પ્રથમ બોલ પર ટ્રેન્ટ બોલ્ટે માર્કસ સ્ટોયનિસને ડિ કોકના હાથે કેચઆઉટ કરાવ્યો છે. સ્ટોયનિસ ગોલ્ડન ડક પર આઉટ થયો છે. ત્યારબાદ ઈનિંગની ત્રીજી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે અંજ્કિય રહાણે (2)ને આઉટ કરીને દિલ્હીને બીજો ઝટકો આપ્યો હતો. 

દિલ્હીએ ટોસ જીત્યો
દિલ્હી કેપિટલ્સે ફાઇનલ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે મુંબઈએ તેની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. રાહુલ ચાહરના સ્થાને જયંત યાદવને સામેલ કરવામાં આવ્યો છે. 

પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડિ કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ. 

દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, માર્કસ સ્ટોયનિસ, અંજ્કિય રહાણે, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર. અશ્વિન, પ્રવિણ દુબે, કગિસો રબાડા, એનરિચ નોર્ત્જે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news