IPL 2020 Qualifier 2: હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે નજર

ડેવિડ વોર્નરની આગેવાની વાળી હૈદરાબાદની ટીમે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (RCB)ને છ વિકેટે હરાવીને ક્વોલિફાયર ટૂમા જગ્યા બનાવી હતી. તો શ્રેયસની આગેવાની વાળી દિલ્હીની ટીમે ક્વોલિફાયર-1મા મુંબઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2020 Qualifier 2: હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે નજર

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)મા આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બીજી ક્વોલિફાયર રમાશે. બંન્ને ટીમો પાસે ભૂલ કરવાની કોઈ તક નથી. આજની મેચ હારનારી ટીમની સફર સમાપ્ત થઈ જશે. તો જીતનારી ટીમે મંગળવારે ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સામનો કરવો પડશે. 

ડેવિડ વોર્નરની આગેવાની વાળી હૈદરાબાદની ટીમે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (RCB)ને છ વિકેટે હરાવીને ક્વોલિફાયર ટૂમા જગ્યા બનાવી હતી. તો શ્રેયસની આગેવાની વાળી દિલ્હીની ટીમે ક્વોલિફાયર-1મા મુંબઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટીમ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. હૈદરાબાદની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. આવો વાત કરીએ બંન્ને ટીમોના તે ખેલાડીઓની જેના પર આ મહત્વપૂર્ણ મુકાબલામાં બધાની નજર રહેશે. 

IPL 2020: આઈપીએલની આ સીઝનમાં ધૂમ મચાવનાર યુવા ખેલાડીઓ  

દિલ્હી કેપિટલ્સ (DC)
શિખર ધવન

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ત્રીજા નંબર પર રહેલ શિખર ધવનનું ચાલવુ દિલ્હી માટે મહત્વપૂર્ણ છે. તેણે આ વર્ષે 15 મેચોમાં 43.75ની એવરેજથી 525 રન બનાવ્યા છે. આ દરમિયાન ત્રણ અડધી સદી અને બે સદી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ 144.23ની રહી છે. મુંબઈ વિરુદ્ધ પાછલા મુકાબલામાં તે ડક પર આઉટ થયો હતો. આ મહત્વની મેચમાં તેણે જવાબદારી લેવી પડશે. 

માર્કસ સ્ટોયનિસ
માર્કસ સ્ટોયનિસ આવવાથી દિલ્હીને બેટિંગ અને બોલિંગ બંન્નેમાં ફાયદો થયો છે. તે ટીમને જરૂરી બેલેન્સ પ્રદાન કરે છે. જરૂરીયાતના સમયે બોલિંગની સાથે બેટિંગમાં પણ દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સીઝનમાં 15 મેચોમાં ત્રણ અડધી સદીની મદદથી 314 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 150.23 રહી છે. તેણે 9 વિકેટ પણ ઝડપી છે. 

કગિસો રબાડા
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બીજા નંબર પર રહેલા ફાસ્ટ બોલર કગિસો રબાડાએ દિલ્હી માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સીઝનમાં 15 મેચમાં 25 વિકેટ ઝડપી છે. 24 રન આપીને 4 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) 
ડેવિડ વોર્નર

ટૂર્નામેન્ટમાં હૈદરાબાદના મિડલ ઓર્ડરમાં ખામી જોવા મળી છે. જેસન હોલ્ડર આવવાથી ટીમને થોડી રાહત મળી છે, પરંતુ વોર્નરના રન કરવા ખુબ જરૂરી છે. તે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને છે. 15 મેચોમાં તેણે 546 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર અડધી સદી ફટકારી છે. વોર્નરની સ્ટ્રાઇક રેટ 135.14ની રહી છે. 

કેન વિલિયમસન
કેન વિલિયમસન હૈદરાબાદ માટે સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન છે. મહત્વની મેચમાં તેની ઉપયોગિતા વધી જાય છે. નંબર ચાર પર બેટિંગ કરનાર આ બેટ્સમેન પર ટીમને સંભાળવાની જવાબદારી હશે. બેંગલોર વિરુદ્ધ પાછલી મેચમાં કેને શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી. તેણે આ સીઝનમાં 11 મેચોમાં 250 રન બનાવ્યા છે. આ દરમિયાન બે અડધી સદી ફટકારી છે. 

રાશિદ ખાન
હૈદરાબાદના આ સ્પિનરનો સામનો કરવો દરેક વિરોધી ટીમ માટે મુશ્કેલ રહ્યો છે. હૈદરાબાદ માટે તેની ચાર ઓવર ખુબ મહત્વની હશે. ઓછા રન આપવાની સાથે તે વિકેટ પણ ઝડપે છે. આ સીઝનમાં તેણે અત્યાર સુધી 19 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી 5.30ની રહી છે. 

ટી નટરાજન
યોર્કર કિંગ યુવા ફાસ્ટ બોલર ટી. નટરાજને આ સીઝનમાં ખુબ પ્રભાવ પાડ્યો છે. ડેથ ઓવર્સમાં તેણે શાનદાર બોલિંગ કરી છે. આ સીઝનમાં તેણે 15 મેચોમાં 16 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી 8.02 રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news