IPL: આર્ચર બની ગયો 'સુપર મેન', એક હાથે ઝડપી લીધો અવિશ્વસનીય કેચ- Video


આઈપીએલની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે એક એવો કેચ ઝડપ્યો, જે ચર્ચામાં આવી ગયો. 
 

IPL: આર્ચર બની ગયો 'સુપર મેન', એક હાથે ઝડપી લીધો અવિશ્વસનીય કેચ- Video

અબુધાબીઃ આઈપીએલની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે એક એવો કેચ ઝડપ્યો, જે ચર્ચામાં આવી ગયો. આ કેચને જોઈને બધા ચોંકી ગયા. કાર્તિક ત્યાગીના બોલ પર ઈશાન કિશને થર્ડ મેન તરફ શોર્ટ રમ્યો. આ દરમિયાન બાઉન્ડ્રી પર ઉભેલા આર્ચરે હવામાં ડાઇવ લગાવી અને એક હાથે અવિશ્વસનીય કેચ ઝડપી લીધો. 

અબુધાબીમાં રવિવારે મુંબઈની ઈનિંગની 11મી ઓવરના ચોથા બોલ પર આ કેચ જોવા મળ્યો હતો. સ્ટ્રાઇક પર ઈશાન કિશન હતો અને કાર્તિક ત્યાગી ઓવરનો ચોથો બોલ ફેંકી રહ્યો હતો. તેણે ઓફ સ્ટમ્પ બહાર શોર્ટ બોલ ફેક્યો તો કિશને બેટ ચલાવ્યું અને બોલ તેના બેટથી નિકળીને થર્ડ મેચ તરફ ગયો હતો. 

— Inswinging Yorker (@InswingingY) October 25, 2020

ત્યાં ઉભેલો આર્ચર પહેલા તો કેચ જજ ન કરી શક્યો, પરંતુ અંતિમ સમયમાં તેણે હવામાં ઉલાંગ લગાવી અને બોલ તેના હાથમાં આવી ગયો. આ દર્શનીય કેચની બધા પ્રશંસા કરી રહ્યાં છે. આઈપીએલની આ સીઝનના સર્વશ્રેષ્ઠ કેચની લિસ્ટમાં તેને જોડવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news