IPL 2021: ઉમેશ યાદવનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, Video થયો વાયરલ

ગત સીઝનમાં રનર્સ અપ રહેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે આઇપીએલ 2021 ની (IPL 2021) પોતાની પહેલી મેચમાં સીએસકેને (CSK) 7 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી

IPL 2021: ઉમેશ યાદવનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, Video થયો વાયરલ

નવી દિલ્હી: ગત સીઝનમાં રનર્સ અપ રહેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે આઇપીએલ 2021 ની (IPL 2021) પોતાની પહેલી મેચમાં સીએસકેને (CSK) 7 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ દરમિયાન દિલ્હીની ટીમના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઉમેશ યાદવે (Umesh Yadav) આ વીડિયોમાં જોરદાર કેચ પકડ્યો છે.

હવામાં ઉડ્યો ઉમેશ
દિલ્હી કેપિટલ્સએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દિલ્હીના ખેલાડીઓ પોતાની બે ટીમો બનાવી પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. આ દરમિયાન, અજિંક્ય રહાણે (Ajinkya Rahane), ઉમેશ યાદવના (Umesh Yadav) એક બોલ પર શોટ રમે છે, આ બોલ હવામાં ઉછાળે છે અને ઉમેશ તેને પકડવા કૂદે છે અને એક હાથે તે શાનદાર કેચ પકડે છે. ઉમેશ યાદવના (Umesh Yadav) આ કેચથી સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2021

ઉમેશને મળ્યો દિલ્હીની સોથ
ઉમેશ યાદવને (Umesh Yadav) આ વર્ષે આઈપીએલની શરૂઆત પહેલા આરસીબીએ (RCB) તેમની ટીમમાંથી છૂટા કર્યો હતો. તે પછી આઈપીએલ 2021 પહેલાની મિની હરાજીમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) દ્વારા તેનો બેઝ પ્રાઈઝ રૂપિયા 1 કરોડમાં તેમની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ઉમેશે તાજેતરમાં જ કહ્યું હતું કે હવે તે એક કે બે વર્ષ માટે ક્રિકેટ રમશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news