IPL 2025 1st Match: આઈપીએલ 2025 ની પ્રથમ મેચ થશે રદ્દ? KKR vs RCB ના મુકાબલા પર સંકટના વાદળો
IPL 2025 1st Match: કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે કોલકત્તામાં રમાનારી આઈપીએલ 2025ની પ્રથમ મેચ રદ્દ થવાનો ખતરો છે. તમે પણ જાણો કારણ....
Trending Photos
IPL 2025 Opening Match Likely To Get Abandoned: ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સ શનિવાર (22 માર્ચ) એ સિઝનની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની આરસીબીનો સામનો કરવા તૈયાર છે. ઓપનિંગ સેરેમની માટે પણ કાર્યક્રમ નક્કી થઈ ગયો છે, જેમાં દિશા પટણી અને શ્રેયા ઘોષાલ જેવા કલાકાર પરફોર્મ કરશે.
પરંતુ ઓપનિંગ સેરેમનીના એક દિવસ પહેલા કોલકત્તાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સિઝનની પ્રથમ મેચ સંપૂર્ણ રીતે રદ્દ થવાનો ખતરો છે, કારણ કે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારથી રવિવાર સુધી દક્ષિણ બંગાળમાં વાવાઝોડાં અને વરસાદની આગાહી કરી છે. IPL 2025 મેચના પહેલા દિવસે 22 માર્ચ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે રવિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Special Bulletin 3
Thunderstorm activity over the districts of West Bengal during 20th to 22nd March 2025. pic.twitter.com/SrfWq5JkWM
— IMD Kolkata (@ImdKolkata) March 20, 2025
Accuweather અનુસાર, શનિવારે કોલકાતામાં વરસાદની સંભાવના 74% છે, જ્યારે વાદળછાયું રહેવાની સંભાવના 97% છે. સાંજે વરસાદની સંભાવના 90% સુધી રહેશે. તેથી, તે લગભગ નિશ્ચિત છે કે IPL 2025ના પહેલા દિવસે ઈડન ગાર્ડન્સમાં ઘણો વરસાદ પડશે. તેવામાં કેકેઆર અને આરસીબીની મેચ રમાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
નોંધનીય છે કે આ પહેલા ઈડન ગાર્ડન્સમાં રમાનારી એક મેચ રીશેડ્યૂલ કરવામાં આવી છે. CAB (ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ) ના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલાએ આ પહેલા કહ્યુ હતુ કે 6 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકત્તાની ઘરેલુ મેચ ગુવાહાટીમાં સ્થાણાંતરિત કરવામાં આવી શકે છે, કારણ કે પોલીસે શહેરમાં તે દિવસે રામ નવમી સમારોહને કારણે આઈપીએલ મેચ માટે સુરક્ષા આપવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે