ગુજરાતી ન્યૂઝSportsભારતીય ટીમમાંથી પત્તુ કપાયા બાદ અભિષેક નાયરની IPLમાં વાપસી, આ ટીમ સાથે જોડાયો

ભારતીય ટીમમાંથી પત્તુ કપાયા બાદ અભિષેક નાયરની IPLમાં વાપસી, આ ટીમ સાથે જોડાયો

Abhishek Nayar : તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે BCCIએ ટીમ ઈન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરને ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. જો કે બોર્ડ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ નાયર IPL 2025 માટે એક ફ્રેન્ચાઈઝીમાં જોડાયા હોવાથી આ પુષ્ટિ થઈ ગઈ છે.

ભારતીય ટીમમાંથી પત્તુ કપાયા બાદ અભિષેક નાયરની IPLમાં વાપસી, આ ટીમ સાથે જોડાયો

Abhishek Nayar : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાંથી હટાવી દીધા. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતની શરમજનક હાર બાદ BCCIએ આ કાર્યવાહી કરી હતી. ત્યારે આ બધાની વચ્ચે હવે 
અભિષેક નાયર KKR ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ગયો છે. KKRએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

અભિષેક નાયરની ઘર વાપસી

Add Zee News as a Preferred Source

અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સમાં પરત ફર્યો છે. KKR ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિષેક નાયરને તેના કોચિંગ સ્ટાફમાં જોડાવાની જાહેરાત કરી હતી. જોકે, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR ટીમે સ્પષ્ટ કર્યું નથી કે તે કોચિંગ સ્ટાફમાં શું ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં જોડાતા પહેલા, નાયર 2024ની આઈપીએલ સીઝન દરમિયાન KKR ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો, જ્યારે ટીમે તેનું ત્રીજું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.

 

— KolkataKnightRiders (@KKRiders) April 19, 2025

BCCIએ નાયરને સહાયક કોચના પદ પરથી હટાવ્યો હતો

તાજેતરમાં, અભિષેક નાયરને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના સહાયક કોચના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, ટીમના કોચિંગ સ્ટાફને લઈને લેવામાં આવેલા નિર્ણયો અંગે બીસીસીઆઈએ હજુ સુધી કંઈ કહ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ભારતના સતત ખરાબ ટેસ્ટ પ્રદર્શનને કારણે આવું થયું છે. તમને જણાવી દઈએ કે 2024માં ભારત હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે 3-0થી સિરીઝ હારી ગયું હતું. આ પછી ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

નાયરનું KKRમાં સ્વાગત

KKR ટીમ નાયરનું ઘણું સન્માન કરે છે અને ડ્રેસિંગ રૂમમાં તેનું સન્માન કરવામાં આવે છે. આ સિઝનમાં ભલે ટીમનો કેપ્ટન બદલાઈ ગયો હોય, પણ ચંદ્રકાંત પંડિત અને અજિંક્ય રહાણેની કોચ-કેપ્ટન જોડી ખુલ્લા હાથે નાયરનું સ્વાગત કરશે. KKRની અત્યાર સુધીની સફરની વાત કરીએ તો, અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે, જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની આગામી મેચ 21 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news