IPL 2026 Auction: આ દિવસે યોજાશે આઈપીએલ ઓક્શન, આ તારીખ સુધી રિટેન થશે ખેલાડી... જાણો દરેક વિગત
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ના ઓક્શનને લઈને મોટી જાણકારી સામે આવી છે. આઈપીએલ 2026ની હરાજી 15 ડિસેમ્બર આસપાસ આયોજીત થઈ શકે છે, જ્યારે ટીમો માટે ખેલાડીઓને રિટેન કરવાની ડેડલાઇન 15 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.
Trending Photos
)
IPL 2026 Auction Date: આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભલે ઈન્ડિયન પ્રીમિયમ લીગની આગામી સિઝન હજુ દૂર હોય, પરંતુ તે પહેલા ઓક્શન થસે અને ટીમો ખેલાડીઓને રિટેન પણ કરશે. આ વચ્ચે આઈપીએલની આગામી સિઝન પહેલા કેટલીક તારોખી સામે આવી છે, જે મહત્વની છે.
IPL ની હરાજી 13 થી 15 ડિસેમ્બર વચ્ચે થઈ શકે છે.
આ હરાજી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા થશે. જોકે, આ વખતે મેગા નહીં પણ મીની હરાજી યોજાશે. ક્રિકબઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થશે. જ્યારે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી, એવું માનવામાં આવે છે કે આમાંથી એક તારીખ ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે.
આ વખતે ભારતમાં યોજાઈ શકે છે હરાજી
આઈપીએલમાં સૌથી પહેલા બે સિઝન સુધી હરાજી એટલે કે ઓક્શનનું આયોજન ભારતની બહાર થયું હતું, પરંતુ આ વખતે મિની ઓક્શન હોવાને કારણે તેનું આયોજન ભારતમાં જ થઈ શકે છે. હરાજી કોલકત્તા કે બેંગલુરૂમાં યોજાઈ શકે છે, પરંતુ જો કોઈ નવું સ્થળ સામે આવે તો ચોંકાવનારી વાત નથી.
15 નવેમ્બર સુધી ટીમ રિટેન કરી શકશે ખેલાડીઓ
આ વચ્ચે તે પણ સામે આવ્યું છે કે આઈપીએલ ટીમ પોતાના જે પણ ખેલાડીઓને રિટેન કરવા ઈચ્છે છે તેની છેલ્લી તારીખ 15 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ દિવસે તમામ 10 ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ બીસીસીઆઈને સોંપવું પડશે. આ વચ્ચે કઈ ટીમ ક્યા ખેલાડીઓને રિલીઝ કરશે તેની વિગત તે દિવસે સામે આવશે. પરંતુ મિની ઓક્શન પહેલા દરેક ટીમમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે.
રાજસ્થાન અને ચેન્નઈ પર રહેશે બધાની નજર
જે ટીમોનું પ્રદર્શન આઈપીએલ 2025મા ખરાબ રહ્યું હતું, તેમાં ફેરફારની સંભાવના વધુ છે. તેમાં મુખ્ય રૂપથી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનું નામ આવે છે. કેટલીક અન્ય ટીમો પણ ફેરફાર કરવાના મૂડમાં છે, પરંતુ હજુ સુધી ખેલાડીઓના નામ સામે આવ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














