જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને ફરીથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
IPL 2025 Update: આઈપીએલ 2025ના ફરીથી શરૂ થવામાં માત્ર 3 દિવસનો સમય બાકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે આઈપીએલને સસ્પેન્ડ કરાઈ હતી. પરંતુ હવે 17મી મેથી આઈપીએલ ફરી શરૂ થવાની છે. આ બધા વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને માત્ર સાત દિવસમાં ચોથીવાર ધમકી મળી છે.
Trending Photos
IPL 2025 Update: આઈપીએલના શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને માત્ર સાત દિવસમાં ચોથીવાર બોમ્બની ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચારે બધાને હચમચાવી દીધા છે. આ ધમકી પાછળ પાકિસ્તાનનું કનેક્શન હોવાનું કહેવાય છે. ત્યારબાદ તેની સુરક્ષા વધારી દેવાઈ છે.
પંજાબ અને રાજસ્થાન વચ્ચે મેચ
18મી મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવાની છે. તેના 3 દિવસ પહેલા જ ધમકના પગલે સ્ટેડિયમની સિક્યુરિટી વધારવાનો નિર્ણય લેવાયો છે. રાજસ્થાન ખેલ પરિષદના અધિકૃત ઈમેઈલ આઈડી પર મોકલાયેલા ધમકીભર્યા મેઈલમાં વિષય પંક્તિ 'એચએમએક્સ બોમ્બ વિસ્ફોટ સવાઈ માનસિંહ સ્ટેડિયમ ઓપરેશન પ્રભાકર દિવિજ' હતી. તેમાં એક ભયાનક સંદેશ પણ સામેલ હતો. જેમાં ચેતવણી અપાઈ હતી.
શું હતી ચેતવણી
ધમકીભર્યા ઈમેઈલમાં લખ્યું હતું કે પાકિસ્તાન સાથે પંગો ન લો. અમારી પાસે ભારતમાં સ્લીપર સેલ છે. ઓપરેશન સિંદૂર બદલ તમારી હોસ્પટિલ પણ ઉડાવી દઈશું. અધિકારીઓએ હવે તપાસ તેજ કરી છે અને વારંવાર આવતી ધમકીઓને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે. વિદેશી સ્લીપર સેલ અને આતંકવાદ વિરોધી અભિયાનોના બદલાનો હવાલો આપતા દહેશત ફેલાવવા માટે સંગઠિત પ્રયાસની સંભાવનાની તપાસ થઈ રહી છે. મેટ્રો સ્ટેશનો, હોસ્પિટલો અને અન્ય જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરો ઉપર પણ સુરક્ષા વધારવામાં આવી છે.
એક્શનમાં રાજ્ય સરકાર
અધિકારીઓએ કહ્યું કે આઈપીએલની મેચો જલદી થવાના કારણે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રાજસ્થાનની કાનૂન પ્રવર્તન એજન્સીઓ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બની ગઈ છે. ઘટનાની પુષ્ટિ કરતા ખેલ પરિષદના અધ્યક્ષ નીરજ કે પવને કહ્યું કે બોમ્બની ધમકીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે વધારાની સાવધાની વર્તી છે. તેમણે કહ્યું કે અમે ફોર લેયર સુરક્ષા ઉપાય વધારી રહ્યા છીએ. અમે વધારાની પોલીસ અને બાઉન્સર તૈનાત કરીશું. અમે કેમેરાની સંખ્યા વધારી છે અને ખરાબ કેમેરા રિપેર કરાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે