19મી ઓવરના પહેલા બોલ પર રિષભ પંતની આ ભૂલ પડી ગઈ ભારે...જીતેલી મેચ દિલ્હીને કરી ભેટ
IPL 2025 : લખનઉ સુપર જાયન્ટ્સને IPL 2025ની પ્રથમ મેચમાં જ દિલ્હી કેપિટલ્સ સામે 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. લખનૌની ટીમ આ મેચ સરળતાથી જીતી શકી હોત, પરંતુ તેના કેપ્ટન રિષભ પંતની આ એક ભૂલ ભારે પડી ગઈ અને જીતેલી મેચ હાથમાંથી ગઈ.
Trending Photos
IPL 2025 : દિલ્હી કેપિટલ્સ ટીમે ખૂબ જ રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 209 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે છેલ્લી ઓવરમાં માત્ર એક વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચનો હીરો આશુતોષ શર્મા હતો. પરંતુ લખનૌ માટે આ હારનો સૌથી મોટો ખલનાયક બીજો કોઈ નહીં પણ કેપ્ટન રિષભ પંત હતો.
19મી ઓવરના પહેલા બોલ પર રિષભ પંતે કરી મોટી ભૂલ
લખનૌની ટીમ આ મેચ સરળતાથી જીતી શકી હોત. પરંતુ રિષભ પંતે એક મોટી ભૂલ કરી અને તેણે જીતેલી મેચ દિલ્હીને ભેટમાં આપી. હકીકતમાં થયું એવું કે દિલ્હીની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 6 રનની જરૂર હતી. શાહબાઝ અહેમદ લખનૌ માટે છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. આશુતોષ નહીં પણ મોહિત શર્મા સ્ટ્રાઈક પર હતો. આવી સ્થિતિમાં શાહબાઝે એક શાનદાર ફ્લાઈટ બોલ ફેંક્યો જે રમવામાં મોહિત ચૂકી ગયો.
આ બોલ રમવાનો પ્રયાસ કરતી વખતે મોહિતે પોતાનો એક પગ આગળ કર્યો અને ક્રિઝની બહાર આવ્યો. પરંતુ બોલ નીકળી ગયો. આવી સ્થિતિમાં રિષભ પંત પાસે તેને આઉટ કરવાની શાનદાર તક હતી. પરંતુ પંત બોલ ન પકડી શક્યો અને મોહિતને આસાન જીવનદાન મળ્યું. તેના પછીના જ બોલ પર મોહિત શર્માએ સિંગલ લીધો અને આશુતોષને સ્ટ્રાઇક આપી. આશુતોષે સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી.
લખનૌની શરમજનક હાર
મેચની વાત કરીએ તો એક સમયે લખનૌની ટીમ આસાનીથી મેચ જીતી રહી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 209 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે માત્ર 65 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી પ્રથમ ટ્રિસ્ટન સ્ટબ્સે 22 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી. આ પછી વિપરાજ નિગમે 15 બોલમાં 39 રન બનાવ્યા હતા. આશુતોષે 31 બોલમાં 66 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે