IPL 2025 : દિલ્હીને આ ઘાતક ઓપનરે આપ્યો 'દગો', કરોડો રૂપિયા પાણીમાં...મજબૂરીમાં લેવો પડ્યો બોલર
IPL 2025 : ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL 2025 અધવચ્ચે જ સ્થગિત કરવામાં આવી હતી. જોકે ટુર્નામેન્ટ 17 મેથી ફરી શરૂ થશે, પરંતુ કેટલાક વિદેશી ખેલાડીઓ પાછા આવવા માટે આનાકાની કરી રહ્યા છે. આમાંનું એક નામ ઓસ્ટ્રેલિયન યુવા ઓપનરનું છે, જેણે દિલ્હી કેપિટલ્સ સાથે દગો કર્યો છે.
Trending Photos
IPL 2025 : ભારત-પાકિસ્તાન તણાવને કારણે સ્થગિત કરવામાં આવેલી IPL 2025 17 મેથી ફરી શરૂ થશે, પરંતુ કેટલાક વિદેશી ખેલાડીઓ પાછા આવવાની ના પાડી રહ્યા છે, જેમાં એક નામ ઓસ્ટ્રેલિયન યુવા જેક ફ્રેઝર મેકગર્કનું પણ છે, જેણે દિલ્હી કેપિટલ્સને દગો આપ્યો છે. મેકગર્કે ફરીથી IPL 2025માં જોડાવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે દિલ્હીએ હવે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.
દિલ્હીએ મેકગર્કે પર કર્યો હતો કરોડોનો વરસાદ
ઓસ્ટ્રેલિયાના મેકગર્કે એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે પોતાની ઓળખ બનાવી છે. IPL 2025ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે મેકગર્ક પર કરોડો ખર્ચ કર્યા હતા. દિલ્હીએ તેને 9 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL સ્થગિત કરવામાં આવી અને તે ઘરે પરત ફર્યો. આ પછી તેણે હવે ફરીથી જોડાવાનો ઇનકાર કરી દીધો છે. દિલ્હીએ તેના સ્થાને બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુરને પસંદ કર્યો છે.
મુસ્તફિઝુર 6 કરોડમાં જોડાયો
આ સિઝનમાં દિલ્હી માટે મેકગર્ક બધાનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહ્યો. 24 વર્ષીય ખેલાડીએ 6 મેચમાં 105.76ના સ્ટ્રાઇક રેટથી 55 રન બનાવ્યા હતા અને પછી તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. દિલ્હીએ વધુ સમય બગાડ્યો નહીં અને મુસ્તફિઝુરને સાઇન કરવાની જાહેરાત કરી. દિલ્હીએ તેને 6 કરોડ રૂપિયાના સોદામાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
મુસ્તફિઝુરનો રેકોર્ડ કેવો છે ?
મુસ્તફિઝુર રહેમાન તેની બોલિંગ માટે જાણીતો છે. તેણે IPLમાં 57 મેચ રમી છે, જેમાં 8.14ના ઇકોનોમી રેટથી 61 વિકેટ લીધી છે. ગયા વર્ષે, ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરતી વખતે મુસ્તફિઝુરે સારું પ્રદર્શન કર્યું અને 9 મેચમાં 14 વિકેટ લીધી. તેણે અગાઉ 2022 અને 2023 સીઝનમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે