રાહુલ-ડુપ્લેસિસ નહીં....પરંતુ આ ગુજરાતીના હાથમાં છે હવે દિલ્હી કેપિટલ્સની કમાન

આ ગુજરાતી ખેલાડીને આઈપીએલ 2025 માટે દિલ્હી કેપિટલ્સની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે 2019થી આ ટીમની સાથે છે.

રાહુલ-ડુપ્લેસિસ નહીં....પરંતુ આ ગુજરાતીના હાથમાં છે હવે દિલ્હી કેપિટલ્સની કમાન

પોતાની બોલિંગ અને હવે તો  બેટિંગથી પણ વિરોધી ટીમોના છોતરા કાઢી નાખનારા ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલને આઈપીએલ 2025 માટે મોટી જવાબદારી મળી છે. અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અક્ષર પટેલ 2019થી દિલ્હી કેપિટલ્સ સાથે છે અને ગત વર્ષ નવેમ્બરમાં આઈપીએલ 2025ની મેગા હરાજી પહેલા તેને 16.50 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે અક્ષર પટેલને કેપ્ટન્સીનો એટલો અનુભવ નથી પરંતુ તેને આ વર્ષે જાન્યુઆરીમાં ભારતનો T20I વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 

31 વર્ષના અક્ષર પટેલે તમામ ફોર્મે્ટસમાં મળીને કુલ 23 મેચોમાં પોતાની રાજ્ય ટીમ ગુજરાતનું નેતૃત્વ કરેલું  છે. હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી અને 2024-25માં વિજય હજારે ટ્રોફીની કેટલીક મેચોમાં અક્ષર પટેલે ગુજરાતની કમાન સંભાળી હતી. 

Add Zee News as a Preferred Source

અક્ષર પટેલે ગત વર્ષ એક આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી સંભાળી હતી. જ્યારે ઋષભ  પંત ધીમી ઓવરરેટ માટે પ્રતિબંધ ભોગવી રહ્યો હતો. આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સના હાથે ગુમાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ પાસે અક્ષર પટેલ સૌથી અનુભવી ખેલાડી હતો  જે કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર હતો. અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સ (DC) માટે 6 આઈપીએલ સીઝનમાં 82 મેચ રમી છે. ગત વર્ષે અક્ષર પટેલે લગભગ 30ની સરેરાશથી 235 રન કર્યા અને 7.65ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી હતી. 

રાહુલ ન બન્યો કેપ્ટન
આ અગાઉ એવું અનુમાન થઈ રહ્યું હતું કે કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનશે કારણ કે આ ફ્રેન્ચાઈઝીએ તેને મેગા ઓક્શનમાં 14 કરોડમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સે આખરે અક્ષર પટેલને કેપ્ટન તરીકે પસંદ કર્યો. અક્ષર પટેલ જોકે ટી20 કેપ્ટન્સી માટે નવો નથી. અક્ષરે વર્ષ 2018થી 2024 સુધીમાં 16 ટી20 મેચોમાં બરોડાનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી 10માં જીત મળી છે. અક્ષર પટેલે 12 મે 2024ના રોજ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) વિરુદ્ધ એકવાર ફરીથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી સંભાળી હતી. જો કે બેંગ્લુરુની ટીમે દિલ્હીને 47 રનથી હરાવી દીધુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news