)
IPL 2025 : IPLમાં શનિવારે CSK અને DC વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીએ ચેન્નાઈને 25 રને હરાવ્યું હતું. આ મેચમાં ફરી એકવાર ધોની ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નહોતો અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ધોનીના પ્રદર્શન પર સવાલો ઉભા થયા છે. આ દરમિયાન પૂર્વ CSK ખેલાડીએ પણ એમએસ ધોનીના ખરાબ ફોર્મ પર ટિપ્પણી કરી છે અને તેને નવી નોકરીની ઓફર કરી છે.
મેથ્યુ હેડને સવાલ ઉઠાવ્યા
દિલ્હી સામે રમાયેલી મેચમાં એમએસ ધોનીએ 26 બોલમાં 30 રન બનાવ્યા જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. તેના પર હેડને કહ્યું કે ધોની અને વિજય શંકર ઝડપથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યા. તેણે એમ પણ કહ્યું કે ધોનીએ હવે કોમેન્ટ્રી બોક્સમાં આવી જવું જોઈએ. તેની આઈપીએલ કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે.
IPL 2025માં MS ધોનીનું અત્યાર સુધીનું પ્રદર્શન
આ સિઝનમાં અત્યાર સુધી ધોનીનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. ધોનીએ ચાર ઇનિંગ્સમાં 138.18ના સ્ટ્રાઇક રેટ સાથે 76 રન બનાવ્યા છે અને આ સિઝનમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 30*(16) રહ્યો છે.
વધુ મહત્ત્વની વાત એ છે કે, આ રન એવા સમયે આવ્યા જ્યારે CSK લગભગ મેચ હારી ચૂક્યું હતું અથવા જીતવાની કોઈ ખાસ તક નહોતી. CSKની આ સિઝનમાં એકમાત્ર જીત મુંબઈ ઈન્ડિયન્સ સામે મળી હતી, જેમાં ધોનીએ બે બોલમાં 0 રન બનાવ્યા હતા. RCB સામે ધોનીએ 30*(16) રન બનાવ્યા જ્યારે CSKને છેલ્લા 28 બોલમાં 98 રનની જરૂર હતી.
RR સામે જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે 25 બોલમાં 54 રનની જરૂર હતી અને તેણે 11 બોલમાં 16 રન બનાવ્યા હતા. દિલ્હી સામે જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે સીએસકેને 56 બોલમાં 110 રનની જરૂર હતી અને તે અને વિજય શંકર છેલ્લી જોડી હતી. ત્યારે તેણે 26 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા.