પ્લેઓફ માટે હવે થશે અસલી જંગ, એક હાર અને કામ ખતમ, જાણો DC અને MIમાં કોણ......

આઈપીએલ 2025ના પ્લેઓફની લડાઈ હવે બે ટીમો વચ્ચે રહી ગઈ છે. હૈદરાબાદ સામે હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે છે.

પ્લેઓફ માટે હવે થશે અસલી જંગ, એક હાર અને કામ ખતમ, જાણો DC અને MIમાં કોણ......

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના પ્લેઓફમાં ત્રણ ટીમોએ જગ્યા બનાવી લીધી છે. હવે પ્લેઓફ માટે એક સ્થાન ખાલી છે અને બે ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળવાની છે. હવે મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે છે. આ મેચમાં જે ટીમ સારૂ પ્રદર્શન કરશે તે પ્લેઓફની રેસમાં આગળ નીકળી જશે. આ મેચ 21 મેએ રમાશે, જે બંને ટીમો માટે ક્વાર્ટરફાઈનલ સમાન હશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ 13 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે. આગામી મેચમાં જે વિજેતા બનશે તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના વધી જશે.

મુંબઈ ઈન્ડિયન્સ પાસે કેટલી તક
મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ છે અને તેની બે મેચ બાકી છે. મુંબઈ પોતાના હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી સામે એક મેચ રમશે, જ્યારે બીજી મેચ પંજાબ સાથે છે. દિલ્હી વિરુદ્ધ પોતાની ઘરેલું સ્થિતિનો ફાયદો ઉઠાવી મુંબઈ જીત મેળવવા ઈચ્છશે. જો ટીમ તે કરવામાં સફળ રહી તો પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરી લેશે. જો મુંબઈની ટીમ આ મેચ હારે તો જો-તોના સમીકરણમાં ફસાઈ જશે. આવી સ્થિતિમાં મુંબઈએ દુવા કરવી પડશે કે પંજાબની ટીમ 24 મેએ દિલ્હીને હરાવી દે. ત્યારબાદ મુંબઈએ 26 મેએ પંજાબને હરાવવું પડશે. જો મુંબઈ ઈન્ડિયન્સ બંને મેચ હારે તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

દિલ્હી કેપિટલ્સની કેટલી સંભાવના
દિલ્હી કેપિટલ્સ પાસે 13 પોઈન્ટ છે અને તેની બે મેચ બાકી છે. એક મેચમાં દિલ્હીની ટક્કર મુંબઈ સામે છે તો બીજી મેચમાં પંજાબ કિંગ્સ સામે રમશે. મુંબઈ સામે જો દિલ્હીની ટીમ હારે તો તેની આઈપીએલમાં સફર સમાપ્ત થઈ જશે. તે પંજાબ વિરુદ્ધ જીતીને પણ 15 પોઈન્ટ સુધી પહોંચશે અને મુંબઈ ઈન્ડિયન્સ 16 પોઈન્ટથી આગળ નીકળી શકશે નહીં.

મુંબઈની પાસે ટોપ-ટૂમાં પહોંચવાની તક
મુંબઈ ઈન્ડિયન્સની પાસે પ્લોફની ટિકિટની સાથે ટોપ 2માં પહોંચવાની પણ તક છે. પરંતુ તે માટે તેણે દુવાઓની જરૂર પડશે. મુંબઈ ઈન્ડિયન્સના પક્ષમાં સૌથી સારી વાત નેટ રનટે છે. ટોપ-2માં પહોંચવા માટે તેને 18 પોઈન્ટની જરૂર પડશે. તે માટે પહેલા તો તેણે દિલ્હી અને પંજાબને હરાવવું પડશે. ત્યારબાદ દુવા કરવી પડશે કે પંજાબ અને બેંગલુરૂ પોતાની બંને મેચ હારી જાય, જેથી બંને 17 પોઈન્ટથી આગળ ન વધી શકે. જો પંજાબ અને બેંગલુરૂ એક મેચ જીતી જાય તો મુંબઈ ઈન્ડિયન્સ ઈચ્છશે કે ગુજરાત ટાઈટન્સ પોતાની બંને મેચ હારી જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news