IPL 2025: 58 મેચ બાદ પણ પ્લેઓફમાં નથી પહોંચી કોઈ ટીમ, અજબ-ગજબ સમીકરણે મામલો જટિલ બનાવ્યો

IPL 2025 મા અત્યાર સુધી 58 મેચ રમાઈ છે અને એકપણ ટીમ પ્લોઓફ માટે ક્વોલીફાઈ કરી શકી નથી. આ વખતે અજબ-ગજબ સમીકરણે મામલો ગુંચવી દીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 17 અંક સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.


 

  IPL 2025: 58 મેચ બાદ પણ પ્લેઓફમાં નથી પહોંચી કોઈ ટીમ, અજબ-ગજબ સમીકરણે મામલો જટિલ બનાવ્યો

IPL 2025 માં પ્લેઓફની રેસ રોમાંચક બની રહી છે. 58 મેચ બાદ પણ એકપણ ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી શકી નથી. ટૂર્નામેન્ટમાંથી ચાર ટીમ બહાર જરૂર થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. હવે પ્લેઓફના 4 સ્થાન માટે છ ટીમો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આરસીબીની ટીમ 17 પોઈન્ટ સાથે ટેબલમાં નંબર એક પર છે.

એક વિચિત્ર સમીકરણે મામલો જટિલ બનાવી દીધો
શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની IPL 2025 ની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. શનિવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક પણ બોલ ફેંકાઈ શક્યો નહીં અને ટોસ વિના મેચ રદ કરવી પડી. પરિણામે, બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 12 પોઈન્ટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 17 પોઈન્ટ મળ્યા.

કોલકત્તા થઈ ગઈ બહાર
કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કારણ કે તે તેની બાકીની મેચ જીતે તો પણ માત્ર 14 પોઈન્ટ સુધી પહોંચી શકશે. ચોથા સ્થાન પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને પાંચમાં સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમ વચ્ચે 21 મેએ મેચ રમાશે, જેનાથી તે નક્કી થઈ જશે કે તે બંને ટીમમાંથી એક ટીમ પોઈન્ટ ટેબલમાં કેકેઆરની ઉપર રહેશે.

58 મેચ બાદ પણ પ્લેઓફમાં નથી પહોંચી કોઈ ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ 17 પોઈન્ટ લેવા છતાં પ્લેઓફમાં પહોંચી શકી નથી. આરસીબી જ નહીં અન્ય કોઈ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. જો આરસીબી પોતાની બાકી બંને મેચ હારી જાય અને દિલ્હી કેપિટલ્સ પોતાની બાકીની બંને મેચ જીતી જાય છે. સાથે પંજાબ કિંગ્સ એક મેચ જીતી જાય અને મુંબઈ ઈન્ડિયન્સ બંને મેચ જીતે તો ત્રણ ટીમોના 17-17 પોઈન્ટ થઈ જશે અને મામલો નેટ રનરેટ પર પહોંચી જશે.

મુંબઈ ઈન્ડિયન્સે બે જીતની જરૂર
ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચવાથી એક જીત દૂર છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ ચારમાં પહોંચવા માટે બે જીતની જરૂર છે. કોલકત્તા માટે આ સીઝન નિરાશાજનક રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સારૂ પ્રદર્શન કરી શકી નહીં. રહાણેની આગેવાનીમાં કેકેઆરની ટીમે ઘણી મહત્વની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news