IPL 2025 : પ્લેઓફની રેસ શરૂ...5 મેચ પછી કોણ આગળ ? જાણો તમારી ફેવરિટ ટીમનું રેન્કિંગ

IPL 2025 Points Table : IPL 2025માં તમામ 10 ટીમોએ એક-એક મેચ રમી છે. આ સાથે પ્લેઓફની રેસ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, સિઝનની 5 મેચ બાદ તમામ ટીમોની રેન્કિંગ શું છે, સાથે એ પણ જાણીશું કે ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં કોણ આગળ છે ?

IPL 2025 : પ્લેઓફની રેસ શરૂ...5 મેચ પછી કોણ આગળ ? જાણો તમારી ફેવરિટ ટીમનું રેન્કિંગ

IPL 2025 Points Table : IPL 2025ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી માત્ર 5 મેચો જ રમાઈ છે, પરંતુ આ મેચોથી સ્પષ્ટ થઈ ગયું છે કે બાકીની સિઝનમાં રોમાંચની તમામ હદો પાર થઈ જશે. ટૂર્નામેન્ટમાં તમામ 10 ટીમોએ એક-એક મેચ રમી છે. આ સાથે પ્લેઓફની રેસ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે એ જાણી લઈએ કે સિઝનની 5 મેચ પછી તમામ ટીમોની રેન્કિંગ શું છે તેમજ ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં કોણ આગળ છે ?

આ 5 ટીમોએ જીત સાથે શરૂઆત કરી 

સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે સિઝનની શરૂઆત જીત સાથે કરી છે અને દરેકે 2 પોઈન્ટ્સ મેળવ્યા છે. તો લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમોને તેમની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

5 મેચ પછી પોઈન્ટ ટેબલ

  • સનરાઇઝર્સ હૈદરાબાદ - 2 પોઇન્ટ (+2.200 રન રેટ)
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 2 પોઈન્ટ (+2.137 રન રેટ)
  • પંજાબ કિંગ્સ - 2 પોઈન્ટ (+0.550 રન રેટ)
  • ચેન્નાઈ સુપર કિંગ્સ - 2 પોઈન્ટ (+0.493 રન રેટ)
  • દિલ્હી કેપિટલ્સ - 2 પોઈન્ટ (+0.371 રન રેટ)
  • લખનૌ સુપર જાયન્ટ્સ - 0 પોઈન્ટ્સ (-0.371 રન રેટ)
  • મુંબઈ ઈન્ડિયન્સ - 0 પોઈન્ટ્સ (-0.493 રન રેટ)
  • ગુજરાત ટાઇટન્સ - 0 પોઈન્ટ્સ (-0.550 રન રેટ)
  • કોલકાતા નાઈટ રાઈડર્સ - 0 પોઈન્ટ (-2.137 રન રેટ)
  • રાજસ્થાન રોયલ્સ - 0 પોઈન્ટ (-2.200 રન રેટ)

આ 5 બેટ્સમેન ઓરેન્જ કેપની રેસમાં 

  • ઈશાન કિશન (સનરાઈઝર્સ હૈદરાબાદ)- 106 રન
  • શ્રેયસ અય્યર (પંજાબ કિંગ્સ) - 97 રન
  • નિકોલસ પૂરન (લખનૌ સુપર જાયન્ટ્સ) - 75 રન
  • સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ) – 74 રન
  • મિશેલ માર્શ (દિલ્હી કેપિટલ્સ) - 72 રન

આ 5 બોલર્સ પર્પલ કેપની રેસમાં

  • નૂર અહેમદ (ગુજરાત ટાઇટન્સ) – 4 વિકેટ
  • ખલીલ અહેમદ (ચેન્નઈ સુપર કિંગ્સ) – 3 વિકેટ
  • કૃણાલ પંડ્યા (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 3 વિકેટ
  • સાઈ કિશોર (ગુજરાત ટાઇટન્સ) – 3 વિકેટ
  • વિગ્નેશ પુથુર (મુંબઈ ઈન્ડિયન્સ) – 3 વિકેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news