IPL 2025 : આ છે પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ, ત્રણ ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર, આ 7 ટીમો પાસે હજુ પણ તક
IPL 2025 Playoff Scenario : ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં અત્યાર સુધીમાં 57 મેચ રમાઈ છે, જેમાં ત્રણ ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે 7 ટીમો પાસે હજુ પણ ટોપ-4માં સ્થાન મેળવવાની તક છે.
Trending Photos
IPL 2025 Playoff Scenario : ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 57 મેચ રમાઈ છે, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે પરિસ્થિતિ સામાન્ય થતાં આ સિઝનની બાકીની મેચો 17 મેથી શરૂ થશે, જેમાં લીગ સ્ટેજની 13 મેચો હજુ બાકી છે, જ્યારે પ્લેઓફ મેચો કયા સ્થળે રમાશે તેની જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી 57 મેચોમાં, ફક્ત ત્રણ ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે, આ સાથે 7 ટીમો પાસે હજુ પણ ટોપ-4માં પહોંચવાની તક છે.
હાલમાં આ ચાર ટીમો ટોપ-4માં છે
જો આપણે IPL 2025માં લીગ સ્ટેજની 57 મેચો પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ પર નજર કરીએ, તો ટોપ-4માં, ગુજરાત ટાઇટન્સની ટીમ 16 પોઈન્ટ સાથે નંબર વન પર છે, જેમાં તેણે હજુ લીગ સ્ટેજમાં ત્રણ વધુ મેચ રમવાની છે, આવી સ્થિતિમાં, જો ગુજરાત એક પણ મેચ જીતવામાં સફળ રહે છે, તો પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. બીજા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ છે, જેણે આ સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને 11માંથી 8 મેચ જીતી છે. ત્રીજા નંબરે પંજાબ કિંગ્સ ટીમ છે, જે 11માંથી 7 મેચ જીતવામાં સફળ રહી છે અને તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની પણ સારી તક છે. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. સિઝનમાં તેની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ તે પછી તેઓએ છેલ્લી 7 મેચમાંથી 6 મેચ જીતીને જોરદાર વાપસી કરી છે.
આ 3 ટીમો પણ પ્લેઓફની રેસમાં યથાવત
દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પણ પ્લેઓફની રેસમાં છે. દિલ્હી કેપિટલ્સ પાસે આમાં સૌથી મોટી તક છે કારણ કે તેમના અત્યાર સુધી 11 મેચમાં કુલ 13 પોઈન્ટ છે. આ પછી, KKR ટીમ 11 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 10 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. તેમની પાસે પ્લેઓફમાં પહોંચવાની પણ તક છે, પરંતુ તેમને અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે