52 સિક્સ, 55 ફોર અને 585 રન...RCB પાસે છે ગેલ કરતા પણ વધુ ખતરનાક બેટ્સમેન, 14 વર્ષની ઉંમરે તોડ્યા તમામ રેકોર્ડ
IPL 2025 : IPLની આગામી સિઝન હવે ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. દર વર્ષે અનેક નવા ખેલાડીઓ ફ્રેન્ચાઈઝીઓ સાથે જોડાતા હોય છે, જે ઘણીવાર ઝીરોમાંથી હીરો સાબિત થતા હોય છે. RCBમાં પણ આ વખતે એક એવો ખેલાડી જોડાયો છે, જેણે એક જ મેચમાં 585 રન બનાવ્યા હતા.
Trending Photos
IPL 2025 : IPLની 18મી સિઝન શરૂ થવામાં માત્ર 4 દિવસ બાકી છે. દર વર્ષે ઘણા ખેલાડીઓ રાતોરાત ઝીરોમાંથી હીરો બની જાય છે. પરંતુ અમે તમને એક એવા ખેલાડીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના કરિયરમાં એવો ચમત્કાર કર્યો કે બધા તેને યાદ કરશે. રસપ્રદ વાત એ છે કે આ ખતરનાક બેટ્સમેન RCBના કેમ્પમાં છે. આ બેટ્સમેને બેવડી કે ત્રેવડી સદી નહીં, પરંતુ એક મેચમાં 585 રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી, જેના કારણે તમામ રેકોર્ડ તૂટી ગયા હતા.
કોણ છે આ 19 વર્ષીય બેટ્સમેન ?
અમે વાત કરી રહ્યા છીએ 19 વર્ષના બેટ્સમેન સ્વસ્તિક ચિકારા વિશે, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્વસ્તિક ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે 585 રનની ઇનિંગ રમી. તેણે માત્ર 14 વર્ષની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. સ્વસ્તિકે 167 બોલમાં 52 સિક્સ અને 55 ફોરની મદદથી 585 રન બનાવ્યા હતા.
ટીમે 704 રન બનાવ્યા હતા
સ્વસ્તિક ચિકારાએ ડિસેમ્બર 2019માં માહી ક્રિકેટ એકેડમી અને ACE ક્રિકેટ એકેડમી, ગોરખપુર વચ્ચે 40 ઓવરની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. માહી ક્રિકેટ એકેડમીએ કુલ 704 રન બનાવ્યા અને 355 રનથી મેચ જીતી લીધી. આ વિસ્ફોટક ઈનિંગ્સ પછી બધાનું ધ્યાન આ ખેલાડી પર છે. RCBએ IPLની હરાજીમાં સ્વસ્તિકને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
સ્વસ્તિક હાલ ખરાબ ફોર્મમાં
જો આપણે સ્વસ્તિકના તાજેતરના ફોર્મ પર નજર કરીએ તો તે કંઈ ખાસ રહ્યું નથી. તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો. છેલ્લી 5 મેચમાં તેણે 21, 5, 0, 7 અને 3 રનની ઇનિંગ્સ રમી હતી. દિલ્હી કેપિટલ્સે પણ મેગા ઓક્શનમાં તેના પર દાવ લગાવ્યો હતો. હવે જોવાનું એ છે કે તેને આઈપીએલમાં આરસીબી તરફથી રમવાની તક મળે છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે