ગુજરાતી ન્યૂઝSportsIPL 2025 : આ 3 ટીમો પર તોળાઈ રહ્યો છે ખતરો, પ્લેઓફમાં પહોંચવું પણ મુશ્કેલ

IPL 2025 : આ 3 ટીમો પર તોળાઈ રહ્યો છે ખતરો, પ્લેઓફમાં પહોંચવું પણ મુશ્કેલ

IPL 2025 : IPL 2025એ તેની અડધી સફર પણ પૂર્ણ કરી નથી અને પહેલાથી જ ત્રણ ધાકડ ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થવાના ખતરામાં છે. આ ટીમો પાસે એવા મેચ વિનર છે જે એકલા હાથે રમતને ફેરવી શકે છે, પરંતુ અત્યાર સુધી તેઓએ પોતાના પ્રદર્શનથી ચાહકોને નિરાશ કર્યા છે.

 IPL 2025 : આ 3 ટીમો પર તોળાઈ રહ્યો છે ખતરો, પ્લેઓફમાં પહોંચવું પણ મુશ્કેલ

IPL 2025 : IPL 2025ની શરૂઆત પહેલા આ ટીમોને ટ્રોફી જીતવાની દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ સતત હારને કારણે હવે આ ટીમો માટે ટોપ-4માં સ્થાન મેળવવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. IPL 2025માં અત્યાર સુધી 25 મેચ રમાઈ છે. આ મેચો પછી પોઈન્ટ ટેબલમાં ટોપ-4 અનુક્રમે ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. ગુજરાત અને દિલ્હી કેપિટલ્સના 8-8 પોઈન્ટ છે, જ્યારે કેકેઆર અને આરસીબીના 6-6 પોઈન્ટ છે. 

આ સિઝનમાં હજુ સુધી દિલ્હીને કોઈ હરાવી શક્યું નથી. ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે KKR અને RCB અનુક્રમે ત્રણ અને બે મેચ હારી છે. તમને જણાવી દઈએ કે તમામ 70 લીગ મેચો પછી, પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં રહેલી ટીમો જ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે.

Add Zee News as a Preferred Source

આ ત્રણેય ટીમો પર બહાર થવાનો ખતરો

ત્રણ મજબૂત ટીમો જે પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થવાના જોખમનો સામનો કરી રહી છે, તે છે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ. આ ટીમોની અત્યાર સુધીની સફર ઘણી નિરાશાજનક રહી છે. ટીમોએ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના ત્રણ સ્થાન પર છે. 

ચેન્નાઈ સતત 5 મેચ હારી 

ચેન્નાઈ સુપર કિંગ્સે જીત સાથે સિઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી. જો કે આ પછી 5 વખતની ચેમ્પિયન ટીમ જીતના પાટા પરથી ખસી ગઈ અને સતત 5 મેચ હારી. ચેન્નાઈએ અત્યાર સુધી 6 મેચ રમી છે અને તે 2 પોઈન્ટ અને -1.554 રન રેટ સાથે 9મા સ્થાને છે. જે ટીમો સિઝનમાં 8 મેચ જીતે છે તે લગભગ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી જાય છે. CSKની 8 મેચ બાકી છે. જો તેણે અહીંથી પ્લેઓફમાં પહોંચવું હોય તો તેને ઓછામાં ઓછી 7 મેચ જીતવી પડશે, જેનાથી તેને 16 પોઈન્ટ મળશે. જો CSK તમામ 8 મેચ જીતી જાય છે, તો તેનું પ્લેઓફમાં પહોંચવું નિશ્ચિત છે. જો કે, આ સરળ નથી.

મુંબઈ ઈન્ડિયન્સની હાલત પણ ખરાબ 

ચેન્નાઈની જેમ મુંબઈ ઈન્ડિયન્સ પણ એવી ટીમ છે જેણે આઈપીએલમાં સૌથી વધુ 5 ટ્રોફી જીતી છે. જો કે વર્તમાન સિઝનમાં તેનું અત્યાર સુધીનું પ્રદર્શન જોવા જેવું રહ્યું નથી. જો કે ટીમે ઘણી મેચોમાં જોરદાર લડત આપી, પરંતુ જીતી શકી નહીં. મુંબઈ ઈન્ડિયન્સે 5 મેચ રમી છે, જેમાં તેને માત્ર એક જ જીત મળી હતી, જે KKR સામે મળી હતી. MI પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ અને -0.010 રન રેટ સાથે 8મા ક્રમે છે. પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈને તેની બાકીની 9 મેચમાંથી 7 જીતવી પડશે. આ સિવાય જો તે 8 મેચ જીતે છે તો તેની પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ જશે.

હૈદરાબાદનો ફ્લોપ શો યથાવત

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPL 2025ની શાનદાર શરૂઆત કરી હતી. તેણે રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચમાં 286 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને મેચ 44 રને જીતી હતી. જો કે આ મેચ બાદ હૈદરાબાદે આગામી 4 મેચમાં એક જીત પર નિર્ભર રહેવું પડ્યું હતું. સ્થિતિ એવી છે કે ટીમે 5 મેચ રમી છે, જેમાં SRH એક જીત સાથે 2 પોઈન્ટ મેળવ્યા બાદ સૌથી ખરાબ રન રેટ (-1.629) સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી તળિયે છે. જો તેણે MIની જેમ પ્લેઓફમાં પહોંચવું હોય તો તેણે બાકીની 9 મેચમાંથી ઓછામાં ઓછી 7 મેચ જીતવી પડશે, જેનાથી તેમને 16 પોઈન્ટ મળશે. આ સાથે જ જો 8 મેચ જીતી જાય તો પ્લેઓફમાં જવાનો રસ્તો સાફ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news