IPL 2025: સિઝન 18માં કોણ બનાવશે સૌથી વધુ રન? સામે આવી ગઈ મોટી ભવિષ્યવાણી

IPL 2025: સીઝન 18ને લઈને ક્રિકેટ નિષ્ણાતોની આગાહીઓ સામે આવી છે કે આ વખતે કયા બેટ્સમેન સૌથી વધુ રન બનાવી શકે છે.

IPL 2025: સિઝન 18માં કોણ બનાવશે સૌથી વધુ રન? સામે આવી ગઈ મોટી ભવિષ્યવાણી

IPL 2025: IPL 2025 સીઝન-18 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. દર વખતની જેમ આ વખતની IPL પણ ખૂબ જ રોમાંચક રહેવાની છે, આ વખતે ઘણા મોટા ખેલાડીઓ નવી ટીમો માટે રમતા જોવા મળશે. ફરી એકવાર વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ જેવા સ્ટાર બેટ્સમેનો પર નજર રહેશે. ગત સિઝનમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે, સીઝન 18 માં કયો બેટ્સમેન સૌથી વધુ રન બનાવી શકે છે તે અંગે વિવિધ ક્રિકેટ નિષ્ણાતોની આગાહીઓ સામે આવી છે.

3 નિષ્ણાતોની પ્રથમ પસંદગી યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલ IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતી જોવા મળી રહી છે. આઈપીએલ 2023 અને આઈપીએલ 2024 જયસ્વાલ માટે શાનદાર રહ્યા હતા. વર્ષ 2023માં જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને 625 રન બનાવ્યા. આ સિવાય વર્ષ 2024માં 435 રન બનાવ્યા હતા. હવે ત્રણ ભૂતપૂર્વ મહાન ખેલાડી માઈકલ વોન, શોન પોલોક અને મનોજ તિવારી માને છે કે જયસ્વાલ સિઝન 18માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે.

Lisa - Rohit Sharma.
Sehwag - KL Rahul.
Harsha - KL Rahul.
Gilchrist - Shreyas Iyer.
Doull - Shreyas Iyer.
M Kartik - Shubman Gill.
Mbangwa - Shubman Gill.
Vaughan - Yashasvi Jaiswal.
Pollack - Yashasvi Jaiswal.
Tiwary -… pic.twitter.com/uN9ZaDPbe5

— Tanuj Singh (@ImTanujSingh) March 21, 2025

2 નિષ્ણાતોની પસંદગી શુભમન ગિલ
શુભમન ગિલ ફરી એકવાર IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત ટીમ અને ચાહકોને બેટિંગમાં પણ ગિલ પાસેથી ઘણી આશાઓ હશે. આવી સ્થિતિમાં હવે પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિક અને પોમી મબંગવાને લાગે છે કે IPL 2025માં શુભમન ગિલ સૌથી વધુ રન બનાવી શકે છે.

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પણ લિસ્ટમાં સામેલ
શ્રેયસ અય્યર આ વખતે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. તો કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ અને સાઈમન ડોલનું માનવું છે કે શ્રેયસ અય્યર સિઝન-18માં સૌથી વધુ રન બનાવશે. આ સિવાય ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગ અને હર્ષા ભોગલેનું કહેવું છે કે કેએલ રાહુલ સિઝન-18માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હશે.

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2025

લિસા સ્થાલિકરે લીધું રોહિતનું નામ
ભૂતપૂર્વ ક્રિકેટર લિસા સ્થલિકરનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા સિઝન-18માં સૌથી વધુ રન બનાવી શકે છે. ગત સિઝનમાં પણ રોહિતના બેટમાંથી સદી જોવા મળી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news