IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ડ અને દીપક ચહરને કેમ ખરીદ્યા? હાર્દિક પંડ્યાએ કર્યો મોટો ખુલાસો

IPL 2025 Mumbai Indians: IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેના અભિયાનની શરૂઆત 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ સાથે કરશે. ત્યારે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર ટીમમાં સામેલ કરવા અંગે હાર્દિક પંડ્યા અને મહેલા જયવર્ધનેનો ખુલાસો કર્યો છે

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ડ અને દીપક ચહરને કેમ ખરીદ્યા? હાર્દિક પંડ્યાએ કર્યો મોટો ખુલાસો

IPL 2025 Mumbai Indians: IPL 2024માં શરમજનક પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આગામી સિઝનમાં વાપસી કરવા માટે તૈયાર છે. તેણે પોતાના કોચને બદલ્યો છે અને ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓને સામેલ કર્યા છે. મુંબઈએ માર્ક બાઉચરની જગ્યાએ મહેલા જયવર્દનેને કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

જયવર્દનેએ ભૂતકાળમાં ટીમને ટ્રોફી જીતવામાં ઘણી મદદ કરી છે. સાથે જ અનુભવી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની વાપસી થઈ છે. આ સિવાય મુંબઈએ બધાને ચોંકાવી દીધા અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બોલર દીપક ચહરને પણ ખરીદ્યો છે. બોલ્ટ અને ચહરના આગમન સાથે જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળની બોલિંગ ઘણી ખતરનાક બની ગઈ છે.

બોલ્ટ-ચહર શા માટે ખરીદો?
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, બોલ્ટ અને ચહર બન્નેનો શા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તો તેમણે કહ્યું કે, મેનેજમેન્ટ ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર બન્નેને ટીમમાં સામેલ કરવા માંગે છે. જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે તેમની પાસે એક અનુભવી બોલિંગ લાઇનઅપ છે. જે આવનારા દબાણનો સામનો કરી શકે.

હાર્દિક-જયવર્ધનેનો ખુલાસો
IPL 2025ની મેગા ઓક્શનમાં મુંબઈએ બોલ્ટને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બુધવારે હાર્દિકે કહ્યું હતું કે, 'ટ્રેન્ટ બોલ્ટને લેવો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. દીપક ચહર પણ. અમે અનુભવી બોલિંગ લાઇનઅપ ઇચ્છતા હતા, જેથી જ્યારે દબાણ આવે ત્યારે અમારી પાસે એવા ખેલાડીઓ હોય કે, જેમણે પહેલા પણ અનુભવ કર્યો હોય.'

જયવર્દનેએ કહ્યું, "ગત સિઝનમાં અમને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ એક મોટી હરાજી હતી જેની સાથે અમારી પાસે એક નવો કેનવાસ છે. અમારી મુખ્ય ટીમ અને નવા ખેલાડીઓના જૂથ સાથે જેમાં પાછા ફરતા ટ્રેન્ટ બોલ્ટ પણ સામેલ છે," 

મજબૂત છે મુંબઈની ટીમ 
નોંધનીય છે કે, મુંબઈ IPL 2024માં છેલ્લા સ્થાન પર રહી હતી, જેમાં 14 મેચમાંથી માત્ર ચારમાં જીત મળી હતી. IPL 2025 મેગા ઓક્શન પહેલા મુંબઈએ હાર્દિક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, બુમરાહ અને તિલક વર્માને જાળવી રાખ્યા અને અન્ય તમામ ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા.

બોલ્ટ અને ચાહર ઉપરાંત મુંબઈમાં વિલ જેક્સ, મિશેલ સેન્ટનર, રેયાન રિકેલ્ટન અને રીસ ટોપલી જેવા ખેલાડીઓ પણ સામેલ છે. ભારતીયોમાં મુંબઈએ રોબિન મિન્ઝ, કર્ણ શર્મા, વિગ્નેશ પુથુર અને સત્યનારાયણ રાજુને ખરીદ્યા. મુંબઈની ટીમમાં બોલ્ટ, ચહર, ટોપલી અને કોર્બીન બોશ ફ્રન્ટલાઈન ફાસ્ટ બોલર તરીકે છે. જ્યારે કેપ્ટન હાર્દિકની સાથે અશ્વિની કુમાર, રાજુ, અર્જુન તેંડુલકર અને રાજ અંગદ બાવા પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news