IPL : અફઘાન બાદ નેપાળી ક્રિકેટરનું વેલકમ, ભારતીય રેલ સાથે રહ્યો પિતાને સંબંધ

સંદીપ આઈપીએલની હરાજીમાં સામેલ એકમાત્ર નેપાળી ખેલાડી હતો. 17 વર્ષિય ક્રિકેટરને તેના આધાર મૂલ્ય 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. 

Updated By: Jan 28, 2018, 03:30 PM IST
 IPL : અફઘાન બાદ નેપાળી ક્રિકેટરનું વેલકમ, ભારતીય રેલ સાથે રહ્યો પિતાને સંબંધ
ફોટોઃ ફેસબુક

બેંગલુરૂઃ સંદીપ લૈમિચાને આઈપીએલમાં કરાર મેળવનારો નેપાળનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. દિલ્હી ડેયરડેવિલ્સે રવિવારે અહીં ખેલાડીઓની ચાલી રહેલી હરાજીમાં સંદીપને ખરિદ્યો. સંદીપ આઈપીએલની હરાજીમાં સામેલ એકમાત્ર નેપાળી ખેલાડી હતો. આ 17 વર્ષિય ક્રિકેટરને 20 લાખમાં ખરીદવામાં આવ્યો. લેગ સ્પીનર સંદીપે 2016માં રમાયેલા અન્ડર-19 વિશ્વકપમાં શાનાદર પ્રદર્શન કર્યું હતું. જેથી નેપાળ આઠમાં સ્થાને રહેવામાં સફળ રહ્યું હતું. સંદીપે 6 મેચમાં 17ની એવરેજથી 14 વિકેટ ઝડપી હતી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા નંબરે હતો. 

અફઘાનિસ્તાન બાદ હવે આઈપીએલમાં નેપાળનો ખેલાડી જોવા મળશે. ગત વર્ષે રાશિદ ખાન અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી હતો જેને આઈપીએલમાં રમવા મળ્યું હતું. સંદીપે પબે પ્રેક્ટિસ મેચોમાં 5 વિકેટ ઝડપી હતી. તે નેપાળની ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં પણ હતો. જે મેચમાં ટીમે પાંચ વિકેટે જીત મેળવી હતી. તેણે ઝડપેલી 5 વિકેટની મદદથી નેપાળે આયર્લેન્ડ સામે 8 વિકેટે જીત મેળવીને બીજી વાર નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. 
 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક પણ સંદીપના પ્રદર્શનથી પ્રભાવિત હતા. જેણે આ કિશોરને હોંગકોંગ ટી20 બ્લિટઝમાં કોઉલૂન કાન્ટ્રન્ટની તરફથી રમવા માટે પસંદ કર્યો હતો. ત્યારબાદ ક્લાર્કે આ લેગ સ્પીનરને એનએસડબલ્યૂ પ્રીમિયર ક્રિકેટની સિઝનમાં પોતાની ટીમ વેસ્ટર્ન સબર્બસ તરફથી રમવા માટે પસંદ કર્યો હતો. 

સાયંગ્જામાં જન્મેલા સંદીપના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા અને તેણે પણ બે વર્ષ ભારતમાં પસાર કર્યા. આ દરમિયાન તે સચિન અને રાહુલ દ્વવિડ જેવા ખેલાડીઓથી પ્રભાવિત થયો હતો. તે ઓસ્ટ્રેલિયાના સ્પિન દિગ્ગજ શેન વોર્નથી પણ પ્રભાવિત રહ્યો છે.