IPL Opening Ceremony : IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ કરશે પરફોર્મ ? આવી ગયું લિસ્ટ

IPL Opening Ceremony 2025 : IPL 2025ની 22 માર્ચથી ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ત્યારે આ મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે રંગારંગ ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં દિગ્ગજ સ્ચાર્સ પરફોર્મ કરશે. 

IPL Opening Ceremony : IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ કરશે પરફોર્મ ? આવી ગયું લિસ્ટ

IPL Opening Ceremony 2025 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સીઝનની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ પહેલા સ્ટેડિયમમાં શાનદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. જેમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પરફોર્મ કરશે. IPLના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે.

આ સ્ટાર્સ કરશે પરફોર્મ 

બોલિવૂડ સ્ટાર દિશા પટણી ઓપનિંગ સેરેમનીમાં પોતાની ચમક ફેલાવવા માટે તૈયાર છે. IPL એ પુષ્ટિ કરી છે કે ભવ્ય ઈવેન્ટ આઈકોનિક ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે. દિશા પટણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તેના કરોડો ચાહકો છે અને તે સોશિયલ મીડિયા પર સતત અપડેટ્સ આપતી રહે છે. દિશા ઉપરાંત પીઢ ગાયિકા શ્રેયા ઘોષાલ પણ પરફોર્મ કરશે. હાલમાં તે દેશની ટોચની ગાયિકા છે.

 

Who better than the sensational Disha Patani to set the stage ablaze? 💃

Don’t miss the electrifying Opening Ceremony of the #TATAIPL 18! 🤩 @DishPatani pic.twitter.com/3TeHjOdz67

— IndianPremierLeague (@IPL) March 19, 2025

ટિકિટની માંગ વધી

આ ઓપનિંગ સેરેમની IPLની 18મી સિઝનની શરૂઆત કરશે. દિશા પટણી અને શ્રેયા ઘોષાલની હાજરી શોમાં આકર્ષણ વધારશે અને પ્રેક્ષકોને એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે. એવી આશા છે કે ICC અધ્યક્ષ જય શાહ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલીએ કહ્યું છે કે ટિકિટની વધુ માંગ સાથે આ એક માર્કી મેચ છે. ઈડન ગાર્ડન્સ લાંબા સમય બાદ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવા માટે તૈયાર છે.

 

Celebrate 18 glorious years with a voice that has revolutionised melody🎶@shreyaghoshal pic.twitter.com/mJB9T5EdEe

— IndianPremierLeague (@IPL) March 19, 2025

ક્યાં જોઈ શકશો લાઈવ મેચ ?

ટૂર્નામેન્ટનું સ્ટાર સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તો ચાહકો JioHotstar એપ્લિકેશન અથવા વેબસાઇટ પર મફતમાં મેચ જોઈ શકે છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની KKR ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીત સાથે IPL 2024નું ટાઇટલ જીત્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સીઝનમાં પ્રવેશ કરી રહી છે. અજિંક્ય રહાણે આ સિઝનમાં KKRનું નેતૃત્વ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news